નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે મંગળવારના દિવસે સતત છઠ્ઠા દિવસેઘટાડો થયો હતો. આની સાથે જ સામાન્ય લોકોને રાહત મળવાનો સિલસિલો જારી રહ્યો હતો.આજે સતત છ્ઠા દિવસે કિંમત ઘટી ગઇ હતી. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતમાં વદુઘટાડો થતા હવે રાહત વધી રહી છે. આજે ઘટાડો થતા મુંબઇમાં પેટ્રોલની કિંમત ૨૩ પૈસાઘટીને ૭૬.૧૩ થઇ ગઇ હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટપર આધારિત હોય છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં આઠ રૂપિયા અનેડીઝલની કિંમતમાં સાતથી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવેત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે.
આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચીસપાટી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથીતેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં ઓક્ટોબર મહિનામાંરેકોર્ડ ઉંચી સપાટીએ કિંમત પહોંચ્યા બાદથી આશરે ૧૫ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે.ઓક્ટોબર મહિનામાં ક્રૂડની કિંમત બેરલદીઠ ૮૬ ડોલર સુધી પહોંચી હતી ત્યારબાદથી તેમાંઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાંનવ અને ડીઝલની કિંમતમાં સાત રૂપિયાથીવધુનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડોનોંધાયો છે. અમેરિકા અને ચીન વચ્ચે સ્થિતી હવે હળવી થઇરહી છે. તેલ કિંમતોમાં હજુ વધ ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે.
હાલમાં તેલના ભાવને લઇને ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. ભાવમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવામાં આવ્યુ હતુ. જા કે ચૂંટણી સમય પહેલા ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ હતી. જેથી ભાવ ઓક્ટોબર બાદથી સતત ઘટવાની શરૂઆત થઇ હતી. હાલમાં જુદા જુદા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભારે હોબાળો થઇ ગયો હતો. કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેથી સામાન્ય લોકો અને વાહન ચાલકો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટતા તેની અસર અન્ય ચીજા પર જાવા મળી રહી છે.તેલ કિંમતોને લઇને લોકો છેલ્લા કેટાલક સમયથી નાખુશ હતા.