પેટ્રોલ અને ડીઝલન કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. શનિવારના દિવસે તેલ કિંમતોમાં વધુ ૨૦-૩૫ પૈસા સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ લોકોને રાહતનો દોર જારી રહ્યો છે. આજના ઘટાડાની સાથે જ રાષ્ટ્રીય પાટનગરમાં પેટ્રોલની કિંમત હવે ૭૦.૭૦ થઇ ગઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત એશિયન કારોબારમાં પ્રતિ બેરલ ૬૦થી પણ નીચે પહોંચી ગઇ છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે.
ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૪૪ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહતમળી રહી છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાંછ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ચીન વચ્ચે સ્થિતી હવે હળવી થઇ રહી છે. તેલ કિંમતોમાં હજુ વધ ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે.
હાલમાં તેલના ભાવને લઇને ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. ભાવમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવામાં આવ્યુ હતુ. જો કે ચૂંટણી સમય પહેલા ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ હતી. જેથી ભાવ ઓક્ટોબર બાદથી સતત ઘટવાની શરૂઆત થઇ હતી. જુદા જુદા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભારે હોબાળો થઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત એશિયન ટ્રેડ કારોબારમાં વહેલી સવારે ૬૦ ડોલર પ્રતિ બેરલથી પણ નીચે પહોંચી જતા ભાવ હજુ ઘટે તેના સંકેતો દેખાઇ રહ્યા છે. ભાવમાં અવિરત વધારાના કારણે હાલમાં તમામ સામાન્ય લોકો પરેશાન દેખાઇ રહ્યા હતા. સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. દેખાવોકરવામાં આવ્યા હતા.