નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર આજે જારી રહ્યો હતો.ક્રુડ ઓઇલની આયાત વધારે સસ્તી બની ગઇ છે. રૂપિયો પણ મજબુત થઇ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો આજે રહેતા લોકોને રાહતનો સિલસિલો જારી રહ્યો છે. પેટ્રોલની કિંમતમાં આજે લીટરદીઠ વધુ ૩૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમતમાં ૩૬ પૈસાનો ઘટાડો આજે કરવામાં આવ્યો હતો. છેલ્લા થોડાક સપ્તાહમાં ડોલરની સામે રૂપિયામાં મજબુતી જાવા મળી રહી છે. એક વખતે ડોલરની સામે રૂપિયો ૭૪ ઉપર પહોંચી ગયો હતો.
જો કે હવે ડોલરની સામે રૂપિોય ૭૦ થઇ ગયો છે. ઓપેકની બેઠક ગુરૂવારના દિવસે વિયેનામાં મળનાર છે. જેમાં કિંમતોને Âસ્થર કરવા માટે ઉત્પાદનમાં કાપ મુકવામાં આવશે કે કેમ તે પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. છેલ્લા એક મહિનાદિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે.
ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૪૧ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. ડીઝલની કિંમત ઘટવાથી ચીજવસ્તુઓની અવરજવરને લઇને પણ ખર્ચમાં ઘટાડો થયો છે. જેના લીધે લોકોને મોંઘવારીથી રાહત મળી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. દેશભરમાં નવેમ્બર મહિનામાં હજુ સુધી પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાથી વધારે અને ડીઝલની કિંમતમાં ૪.૩૦થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ચીન વચ્ચે Âસ્થતી હવે હળવી થઇ રહી છે. તેલ કિંમતોમાં હજુ વધ ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. આવી Âસ્થતીમાં ચૂંટણીમાં કેન્દ્ર સરકારને મોટી રાહત મળી શકે છે.