નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર આજે સતત ૧૧માં દિવસે જારી રહ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ૩૦-૪૦ પૈસા સુધીનો અને ડીઝલની કિંમતમાં ૪૫ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેલ કિંમતો હજુ પણ ઘટે તેવા સંકેત છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને હવે ૫૯.૪૬ ડોલર થઇ ગઈ છે. છેલ્લા એક મહિનાદિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે.
ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૪૧ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. ડીઝલની કિંમત ઘટવાથી ચીજવસ્તુઓની અવરજવરને લઇને પણ ખર્ચમાં ઘટાડો થયો છે. જેના લીધે લોકોને મોંઘવારીથી રાહત મળી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. દેશભરમાં નવેમ્બર મહિનામાં હજુ સુધી પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાથી વધારે અને ડીઝલની કિંમતમાં ૪.૩૦થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ઘટાડાના લીધે વાહનચાલકો સહિત સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત મળી છે. એક સપ્તાહના ગાળામાં જ બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૨ ટકાથી વધુનો ઘટાડો થઇ ચુક્યો છે. ફ્યુઅલ કિંમતોમાં હાલના ઘટાડાના લીધે ગ્રાહકોને તથા વાહન ચાલકોને મોટી રાહત થઇ છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી ક્રુડ ઓઇલની કિંમતમાં ૩૧ ટકા કરતા વધારે ઘટાડો થઇ ચુક્યો છે. છેલ્લા ૪૦ દિવસથી નિયમિત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કિંમતો ખુબ નીચે પહોંચી રહી છે.