નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જારી રહ્યો છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં અવિરત વધારો જારી રહ્યો છે. આજે કિંમતોમાં વધુ વધારો થતા સામાન્ય લોકો પર વધુ બોજ આવી ગયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
આવી જ રીતે ડીઝલની કિંમતમાં ૨૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૧.૬૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત ૭૩.૫૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત ૩૪ પૈસા વધી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે આને જીએસટી હેઠળ લાવવાની પણ વાત થઇ રહી છે.
ભાવ વધારા સામેના વિરોધમાં સોમવારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી. ડાબેરીઓ પણ બંધમાં જાડાયા હતા. કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા છે કે આગામી મહિનાઓમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારા પર બ્રેક મુકવામાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં ભાવ વધારાને લઇને સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.
સતત છ દિવસસુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાની સામે ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. જે દરમિયાન બિહાર સહિતના કેલાક રાજ્યોમાં હિંસા થઇ હતી. જા કે ભારત બંધના એક દિવસ બાદ પણ વધારો કરવામાં આવ્યો હતો. જા કે આજે કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૧મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કર્યો છે. ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે.
જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે. તેલની કિંમતમાં સતત વધારો થવા માટે તેલ કિંમતમાં સતત થઇ રહેલા વધારાને જવાબદાર ગણવામાં આવે છે. ડોલરની સામે રૂપિયામાં હાલમાં ઘટાડો થયો છે. કિંમતોમાં વધારાના કારણે સામાન્ય લોકો પરેશાન થયેલા છે.