નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલની કિંમતમાં આજે વધુ ઘટાડો થતા લોકોને રાહત થઇ હતી. અમેરિકી ડોલરની સામે રૂપિયામાં પણ તેજી આવી છે. શુક્રવારના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત દેશના જુદા જુદા ભાગોમાં પ્રતિ લીટર ૪૦-૪૫ પૈસા સુધી ઘટી ગઇ હતી. આજના કાપની સાથે જ પેટ્રોલની કિંમત દિલ્હીમાં લીટરદીઠ ૭૫.૫૭ થઇ ગઇ હતી. નવેમ્બર મહિનામાં જ પેટ્રોલની કિંમત ચાર રૂપિયા સુધી ઘટી ગઇ છે. છેલ્લા થોડાક દિવસ દરમિયાન બ્રેન્ટ ક્રુડની કિંમત પ્રતિ બેરલ ૬૬ ડોલરની આસપાસ રહી છે.
ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.છેલ્લા ૪૦ દિવસના ગાળામાં જ ક્રુડ ઓઇલની કિંમતમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત કરવામાં આવી રહેલા ઘટાડાના પરિણામ સ્વરુપે તેનો સીધો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. ઓક્ટોબર મહિના બાદથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ગયો છે. આ ઘટાડો આશરે ૨૫ ટકાની આસપાસનો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત ઘટાડો થતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. ડીઝલની કિંમત ઘટવાથી ચીજવસ્તુઓની અવરજવરને લઇને પણ ખર્ચમાં ઘટાડો થયો છે. જેના લીધે લોકોને મોંઘવારીથી રાહત મળી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલની કિંમત ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત બે મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે.
આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલન કિંમતમાં ઓગષ્ટના મધ્યથી વધારો શરૂ થયા બાદ ભાવ વધારાન ભારતમાં શરૂઆત થઇ હતી.છેલ્લા એક મહિનાથી તેલની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. હવે કિંમતો ઓગષ્ટ મહિના કરતા પણ ઓછી થઇ ગઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ૬૭ ડોલર પ્રતિ બેરલ રહી હતી. કિંમતોમાં ઘટાડાનો દોર હાલમાં જારી રહે તેવા સાફ સંકેતો મળ રહ્યા છે. કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં પણ ઘટાડો સતત થઇ રહ્યો છે. જેથી સામાન્ય લોકોને વધુ રાહત મળશે. ઓક્ટોબર મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તે પહેલા અવિરત ભાવ વધારાના લીધે લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું