પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ફરી એકવાર વધારો થયો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

નવી દિલ્હી: તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો પર આજે વધુ બોજ ઝીંકવામાં આવ્યો હતો. એક દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં ૧૩ પૈસાનો વધારો કરવામાં આવ્યો  હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૧૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાના કારણે સામાન્ય લોકો પર વધારે બોજ આવી ગયો છે. આજે સવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૮૧ રૂપિયા પર પહોંચી ગઇ હતી. જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમત વધીને ૭૩.૦૮ સુધી પહોંચી ગઇ છે. આજે મુંબઇમાં પેટ્રોલની કિમત ૮૮.૮૯ સુધી પહોંચી ગઇ હતી. ડીઝલની કિંમત વાણિજ્ય પાટનગરમાં વધીને ૭૭.૫૮ સુધી પહોંચી ગઇ હતી. મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને ગઇકાલે રાહત થઇ હતી. કારણ કે સતત છ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઝીંકવામાં આવ્યા બાદ ગઇકાલે ભાવ વધારો રોકાઇ ગયો હતો. બુધવારના દિવસે કોઇ વધારો કરવામા આવ્યો ન હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે.

બુધવારના દિવસે કોઇ વધારો કરવામાં ન આવતા દિલ્હીમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ ૮૦.૮૭ના સ્તર પર રહી હતી. જ્યારે ડીઝલની કિંમત ૭૨.૯૭ રૂપિયા રહી હતી. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં પેટ્રોલની કિંમત ૮૮.૨૬ રૂપિયા રહી હતી. જ્યારે ડીઝલની કિંમત ૭૭.૪૭ રૂપિયા રહી હતી. આવી રીતે ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત ગઇકાલે લીટરદીઠ ૮૪.૭૪ રૂપિયા રહી હતી. આવી જ રીતે ડીઝલની કિંમત ૭૪.૮૨ રૂપિયા રહી હતી. કોલકત્તામાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. કારણ કે અહીં સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા છે કે આગામી મહિનાઓમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારા પર બ્રેક મુકવામાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

હાલમાં ભાવ વધારાને લઇને સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સતત છ દિવસસુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાની સામે ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. જે દરમિયાન બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસા થઇ હતી. જા કે ભારત બંધના એક દિવસ બાદ પણ વધારો કરવામાં આવ્યો હતો. જા કે આજે કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થોડાક મહિનામાં જ યોજનારા છે. આવા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બ્રેક મુકવામાં આવી શકે છે. કારણ કે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં ચૂંટણી વેળા પણ કિંમતોમાં બ્રેક મુકવામાં આવ્યા બાદ ચર્ચા છે.

ગુજરાત અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી  દરમિયાન કિંમતોમાં થોડાક સમય સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે રાહત થઇ હતી. આજે સવારે ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ લોકો પર બોજ આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે હાલમાં ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. જા કે ત્યારબાદ પણ તેની કોઇ અસર દેખાઇ નથી. કિંમતોમાં વધારો જારી છે.

Share This Article