નવીદિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ભારતમા ંપણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ ડિઝલની કિંમતમાં ભાવમાં ફેરફાર પર તમામની નજર છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે અવિરત ભાવ વધારો થયા પછી છેલ્લા ૧૬ દિવસથી કિંમતોમાં ઘટાડો થતાં તેની અસર જાવા મળી શકે છે.
ભાવ વધારાને લઇને સામાન્ય લોકોમાં નારાજગી જાવા મળી રહી હતી.પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત નરમી જાવા મળી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં નરમીના પરિણામ સ્વરુપે તેલની માંગ પણ ઘટી રહી છે. આવી Âસ્થતિમાં મુખ્ય તેલ ઉત્પાદકો દ્વારા તેલના પુરવઠાને વધારવાથી કિંમતો ઉપર દબાણ આવ્યું છે. છેલ્લા એક મહિનાના ગાળામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૪ ડોલરનો ઘટાડો થયો છે. અમેરિકી એજન્સી ટીઆઈએના કહેવા મુજબ ઓગસ્ટ મહિનામાં ત્યાં તેલનું ઉતાપાદન ગયા સપ્તાહમાં ૩.૧૬ લાખ બેરલ દરરોજથી વધીને ૧૧૩.૪૬ લાખ ડોલર પ્રતિદિવસ થઇ ગઈ હતી. ફ્યુઅલ કિંમતોમાં અવિરત ઘટાડો રહેતા સામાન્ય લોકોને રાહત થઇ છે. ચોથી ઓક્ટોબરના દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સુચના આપી હતી. પેટ્રોલની કિંમતમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. જુદા જુદા મોટા
શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ઘટાડો જારી રહેતા સામાન્ય લોકોને હવે રાહત થઇ છે. આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોની સાથે સાથે રૂપિયાની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થતાં ભારે રાહત થઇ છે.પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા આ મહિનાથી જ શરૂ થઇ રહી છે ત્યારે મોંઘવારીની સીધી અસર સરકાર પર પડી શકે છે. સરકાર મોટા પાયે સુધારા પગલા લઇ રહી છે. સાથે સાથે કઠોર નિર્ણય પણ કરી રહી છે. જેના કારણે કેટલાક ક્ષેત્રોને પ્રતિકુળ અસર થઇ છે.