નવી દિલ્હી : વૈશ્વિક સ્થિતીને Îયાનમાં લઇને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે શુક્રવારના દિવસે કિંમતોમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પાટનગરમાં પણ કિંમતો ઘટી હતી. પેટ્રોલની કિંમતમાં એક દિવસની સ્થિરતા બાદ આજે ઘટાડો થયો હતો. ડિઝલની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા ત્રણ દિવસ સુધી ડિઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત નરમી જાવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર આઈસીઈ ઉપર આજે બ્રેન્ટ ક્રુડના જાન્યુઆરી વાયદા છેલ્લા સત્રની સરખામણીમાં ૦.૪૯ ટકા ઘટીને ૭૨.૫૩ ડોલર બેરલ થતાં તેની અસર જાવા મળી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં નરમીના પરિણામ સ્વરુપે તેલની માંગ પણ ઘટી રહી છે.
આવી સ્થિતિમાં મુખ્ય તેલ ઉત્પાદકો દ્વારા તેલના પુરવઠાને વધારવાથી કિંમતો ઉપર દબાણ આવ્યું છે. છેલ્લા એક મહિનાના ગાળામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૪ ડોલરનો ઘટાડો થયો છે. અમેરકી એજન્સી ટીઆઈએના કહેવા મુજબ ઓગસ્ટ મહિનામાં ત્યાં તેલનું ઉતાપાદન ગયા સપ્તાહમાં ૩.૧૬ લાખ બેરલ દરરોજથી વધીને ૧૧૩.૪૬ લાખ ડોલર પ્રતિદિવસ થઇ ગઈ હતી. ફ્યુઅલ કિંમતોમાં અવિરત ઘટાડો રહેતા સામાન્ય લોકોને રાહત થઇ છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થયો હતો. પેટ્રોલની કિંમતમાં ૧૯ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૪ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કાપ મુકવામાં આવ્યા બાદ પેટ્રોલની કિંમત લીટર દીઢ ૭૯.૧૮ અને ડીઝલની કિંમત ૭૩.૬૪ થઇ ગઇ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સુચના આપી હતી.
પેટ્રોલની કિંમતમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. જુદા જુદા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ઘટાડો જારી રહેતા સામાન્ય લોકોને હવે રાહત થઇ છે. આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોની સાથે સાથે રૂપિયાની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થતાં ભારે રાહત થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ ડિઝલની કિંમતમાં ભાવમાં ફેરફાર પર તમામની નજર છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે અવિરત ભાવ વધારો થયા પછી છેલ્લા ૧૫ દિવસથી કિંમતોમાં ઘટાડો થતાં તેની અસર જાવા મળી શકે છે. ભાવ વધારાને લઇને સામાન્ય લોકોમાં નારાજગી જાવા મળી રહી હતી.
પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. ૧૫મી જૂન ૨૦૧૭ બાદથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં દરરોજના આધારે સુધારા કરવામાં આવી રહ્યા છે. ભારતમાં ડીઝલની કિંમતમાં પણ હાલમાં તીવ્ર વધારો થયા બાદ હવે ફરી એકવાર ઘટાડાનો દોર શરૂ થયો છે. તહેવારમાં મોટી રાહત થઇ છે.