નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે ફરી એકવાર ઘટાડો કરવામાં આવ્યો હત. બુધવારના દિવસે કિંમતો યથાવત રાખવામાં આવ્યા બાદ ગુરૂવારે ફરી ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા સતત ૧૩ દિવસ સુધી એટલે કે મંગળવાર સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઇકાલે બુધવારે કિંમતો યથાવત રાખવામાં આવી હતી. આજે ફરી ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૮ પૈસા સુધી ઘટી ગઇ હતી. જેથી પેટ્રોલની કિંમત ૭૩.૭૮ થઇ ગઇ છે.
ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયા અને ડીઝલની કિંમત લીટરદીઠ ૭૫.૪૫ સુધી પહોંચી હતી. તે દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સુચના આપી હતી. પેટ્રોલની કિંમતમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. જુદા જુદા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ઘટાડો જારી રહેતા સામાન્ય લોકોને હવે રાહત થઇ છે. આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોની સાથે સાથે રૂપિયાની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થતાં ભારે રાહત થઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે અવિરત ભાવ વધારો થયા પછી છેલ્લા ૧૪ દિવસથી કિંમતોમાં ઘટાડો થતાં તેની અસર જાવા મળી શકે છે. ભાવ વધારાને લઇને સામાન્ય લોકોમાં નારાજગી જાવા મળી રહી હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. ૧૫મી જૂન ૨૦૧૭ બાદથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં દરરોજના આધારે સુધારા કરવામાં આવી રહ્યા છે. ભારતમાં ડીઝલની કિંમતમાં પણ હાલમાં તીવ્ર વધારો થયા બાદ હવે ફરી એકવાર ઘટાડાનો દોર શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં ઘટાડો થતાં લોકોને મોટી રાહત થઇ છે.