નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત નજીવા ઘટાડાના કારણે સામાન્ય લોકોને આંશિક રાહત થઇ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે ૩૯ પૈસા અને ડીઝલની કિંમત ૧૨ પૈસા ઘટી ગઇ છે. ત્રણ દિવસના ગાળામાંજ પેટ્રોલની કિંમતમાં ૮૪ પૈસા અને ડીઝલની કિંમતમાં ૩૩ પૈસાનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. મુંબઇમાં પણ પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.તેલ કિંમતોમાં અવિરત કરવામાં આવી રહેલા વધારા વચ્ચે આજે સામાન્ય લોકોને મોંઘવારી વચ્ચે આંશિક રાહત થઇ હતી.
કારણ કે સતત ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે ત્રણ દિવસથી ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવારના દિવસે કિંમતો યથાવત રાખવામાં આવ્યા બા ગુરૂવાર અને શુક્રવાર બાદ આજે આંશિક ઘટાડો કરવામાં આવ્યો હતો. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બિલકુલ નજીક પહોંચી છે ત્યારે ભાવ વધારાના કારણે મોદી સરકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સાથે સાથે ચૂંટણીમાં ફટકો પણ પડી શકે છે. ઓપિનિયન પોલના તારણો પણ આવી રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે. જેના પરિણામસ્વરુપે ભાવ વધારા મુદ્દે સરકારની મુશ્કેલી વધી શકે છે. દેશમાં જુદી જુદી ચીજાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. મોંઘવારીના કારણે લોકો ચોક્કસપણે પરેશાન દેખાઇ રહ્યા છે. આવી Âસ્થતીમાં મોદી સરકાર પાંચ વર્ષ પણ સત્તામાં પૂર્ણ કરી રહી છે.
જેથી તેમની સામે શાસન વિરોધી લહેર ઉભી ન થાય તે બાબતની કાળજી મોદી સરકારને ચોક્કસપણે કરવી પડશે. જુદા જુદા સમુદાયના લોકો પણ હાલમાં નારાજ દેખાઇ રહ્યા છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સરકારની દલીલ છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પાંચમી ઓક્ટોબરને સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે આટલો જ ઘટાડો કરવા રાજ્યોને કહેવામાં આવ્યા બાદ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ ઘટાડો કરવામાં આવે તેમ લોકો ઇચ્છે છે.