નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. આજે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો હતો. આગામ દિવસોમાં ભાવ વધારાથી કોઇ રાહત મળે તેવી શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે. આજે પેટ્રોલની કિંમતમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વધારો થયા બાદ નવો વધારો થઇ ગયો હતો. આની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને લીટરદીઠ ૮૨.૭૨ થઇ ગઇ હતી જ્યારે ડીઝલની કિંમત લીટરદીઠ ૭૫.૩૮ થઇ ગઇ હતી. મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૮૮.૧૮ સુધી પહોંચી હતી જ્યારે ડીઝલની કિંમત લીટરદીઠ ૭૯.૦૨ રહી હતી. ચેન્નાઈમાં પણ આવો જ પ્રવાહ જાવા મળ્યો હતો.
પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રમશઃ ૮૫.૯૯ અને ૭૯.૭૨ રહી હતી. કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રમશઃ વધીને ૮૪.૫૪ અને ૭૭.૨૩ નોંધાઈ હતી. છેલ્લા થોડાક મહિનાના ગાળામાં ફ્યુઅલની કિંમતમાં અવિરત વધારો કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સરકારની દલીલ છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારાનો દોર હાલ નહીં અટકે તેમ માનવામાં આવે છે. થોડાક સમય પહેલા જ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે આટલો જ ઘટાડો કરવા રાજ્યોને કહેવામાં આવ્યા બાદ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. જા કે, હવે આ ઘટાડાને લઇને Âસ્થતિ સંપૂર્ણપણે ફાયદાકારક સાબિત થઇ રહી નથી. કારણ કે, ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાધથી અનેક વખત ભાવમાં વધારો થઇ રહ્યો છે.
જેના લીધે સામાન્ય લોકોના બજેટ બગડી રહ્યા છે. આજે રવિવારના દિવસે પણ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશના તમામ શહેરોમાં કિંમતોમાં વધારો થયો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બિલકુલ નજીક પહોંચી છે ત્યારે ભાવ વધારાના કારણે મોદી સરકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સાથે સાથે ચૂંટણીમાં ફટકો પણ પડી શકે છે. ઓપિનિયન પોલના તારણો પણ આવી રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે. જેના પરિામ સ્વરુપે ભાવ વધારા મુદ્દે સરકારની મુશ્કેલી વધી શકે છે.