નવી દિલ્હી : તેલની કિંમતોમાં સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત બાદ હવે સતત ફરી એકવાર ભાવ વધી રહ્યા છે. આજે સતત ચોથા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવમાં વધારો થયો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૨૩ પૈસા વધીને ૮૨.૨૬ રૂપિયા થઇ ગ હતી. આવી જ રીતે મુંબઇમાં પેટ્રોલની કિમત ૮૭ રૂપિયાથી વધારે થઇ ગઇ છે. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ દેખાઈ રહ્યા હતા. અર્થશા†ીઓ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ માની રહ્યા હતા કે, આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજાની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આનાકારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવાની નાણામંત્રી અરુણ જેટલીએ ચોથી ઓક્ટોબરના દિવસે જાહેરાત કર્યા બાદ તરત જ ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં તેમના દ્વારા પણ ઘટાડાની શરૂઆત કરી દેવામાં આવી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા માટે કહ્યું હતું.
નાણામંત્રીએ રાજ્યોને પણ આટલી જ કિંમતમાં ઘટાડો કરવા અપીલ કર્યા બાદ ભાજપ શાસિત રાજ્યોમાં તાત્કાલિક ઘટાડાનો દોર શરૂ થયો હતો. બજાર અને કરન્સી બજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. કેટલાક પગલા પહેલાથી જ લેવામાં આવી ચુક્યા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોથી ચિંતાતુર બનેલી સરકારે અર્થવ્યવસ્થા પર પડનાર પ્રતિકુળ અસરને રોકવા માટે વિચારણા હાથ ધરી હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં અવિરત વધારાના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બનેલી હતી.પેટ્રોલ અને ડીઝલ હજુ પણ રેકોર્ડ સ્તર પર છે. કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે ઉપયોગ ડિઝલનો કરવામાં આવે છે.
ટ્રેક્ટરથી લઇને પંપસેટ તમામમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલની કિંમત વધવાથી આ તમામ ઉપર સીધી અસર થાય તેમ છે. ખેડૂતો ઉપર તેની માઠી અસર થઇ શકે છે. પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમતોના કારણે સરકારની પ્રતિષ્ઠાને ફટકો પડી રહ્યો છે. આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં તેને નુકસાન થઇ શકે છે.અત્રે નોંધનીય છે કે ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ઘટાડો કર્યો હતો. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ હતું. ભાવ વધારાના કારણે હવે મોદી સરકારની પ્રતિષ્ઠાને ફટકો પડી રહ્યો છે.