પરવેઝ મુશર્રફ પાકિસ્તાનમાં પરત ફરે તેવી સંભાવના નથી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઇસ્લમાબાદ : બીજી મેના દિવસે ખાસ અદાલત સમક્ષ પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને ઉપસ્થિત થવા માટે આદેશ કરવામાં આવ્યો છે પરંતુ પરવેઝ મુશર્રફ સ્વદેશ પરત ફરે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. એવું જાણવા મળ્યું છે કે, મુશર્રફ દેશમાં પરત ફરશે નહીં. તેમના મેડિકલ બોર્ડની ભલામણો અને પરિવારના સભ્યો તરફથી દબાણ હોવાના કારણે પરવેઝ મુશર્રફ પાકિસ્તાન પરત ફરશે નહીં. ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગના સભ્ય અને એડવોકેટ અલી નવાબનું કહેવું છે કે, મુશર્રફ પાકિસ્તાન પરત ફરવા અને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા માટે ઇચ્છુક છે પરંતુ તેમને અનેક તકલીફો હાલમાં થયેલી છે. મેડિકલ બોર્ડે પ્રવાસ ન કરવા માટે સૂચના આપી છે. વધુમાં પરિવાર તરફથી પણ મુશર્રફ સામે દબાણ રહેલું છે.

આરોગ્યના કારણોસર પાકિસ્તાન ન જવા માટે પરિવારના સભ્યોએ કહ્યું છે. જો કે, દરેક વ્યક્તિ જાણે છે કે, મુશર્રફ વચનના ખુબ પાકા રહ્યા છે જેથી તેમની વાપસીની ૫૦ ટકા તકો હજુ પણ રહેલી છે. શનિવારના દિવસે મુશર્રફના વકીલ સલમાન શફદરે દાવો કર્યો હતો કે, દેશદ્રોહના આક્ષેપોનો સામનો કરી રહેલા પૂર્વ પ્રમુખ નવાઝ શરીફ પહેલી મેના દિવસે પાકિસ્તાન પહોંચશે અને આગલા દિવસે ખાસ અદાલત સમક્ષ ઉપસ્થિત થશે. સેનાના પૂર્વ વડા સામે દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહેલી ખાસ અદાલતે બીજી મે પહેલા તેની સમક્ષ ઉપસ્થિત થવા મુશર્રફને આદેશ કર્યો છે.

મુશર્રફના નજીકના સાથી હોવાનો દાવો કરનાર અલી નવાબ ચિત્રાલીએ કહ્યું છે કે, પૂર્વ લીડર માટે પ્રવાસ કરવાની બાબત ખુબ મુશ્કેલરુપ બનેલી છે. જા કે તેઓ પાકિસ્તાન પરત ફરવા માટે ઇચ્છુક છે. જા કે, મેડિકલ બોર્ડ અને મુશર્રફના પરિવારના લોકો તેમને પાકિસ્તાન પરત ફરવા માટે રોકી રહ્યા છે. મુશર્રફે છેલ્લા ઘણા સમયમાં અનેક વખત જાહેરાત કરી છે કે, તેઓ પાકિસ્તાન પરત ફરશે પરંતુ પાકિસ્તાનમાં તબીબી આધાર પર પહોંચી રહ્યા નથી.

Share This Article