પર્થ : પર્થ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં ૩૨૬ રન ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. આજે મેચના બીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો વધારે સમય સુધી સંઘર્ષ કરી શક્યા ન હતા. ગઇકાલના સ્કોરમાં ઓછા રન ઉમેરી શક્યા હતા. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે ૨૭૭ રન બનાવ્યા હતા. આજે આ સ્કોરથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૨૬ રન કરીને આઉટ થઇ ગઇ હતી.
ગઇકાલે મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હેરિશ અને ફિન્ચે જારદાર શરૂઆત કરીને પ્રથમ વિકેટની ભાગીદારમાં ૧૧૨ રન ઉમેર્યા હતા. ફિન્ચે પોતાની ટેસ્ટ કેરિયરની બીજી અડધી સદી ફટકારી હતી. હેરિશ ૭૦ રન કરીને આઉટ થયો હતો. ચાર વિકેટ ૧૪૮ રન પર પડી ગયા બાદ શોન માર્શ અને હેડે મોરચા સંભાળી લીધા હતા અને બેટિંગ મજબૂત શરૂ કરી હતી. બંનેએ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૮૩ રન ઉમેર્યા હતા. જો કે ત્યારબાદ ફરી એકવાર યજમાન ટીમના ખેલાડીઓ ઝડપથી આઉટ થયા હતા. પર્થ ટેસ્ટમાં ઉમેશ યાદવ અને હનુમાન વિહારીને તક અપાઈ છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જા કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
આની સાથે જ ભારતની જીત થઇ હતી. ભારતીય ટીમે હવે યજમાન ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા પર વધારે દબાણ આવી ગયુ છે. પૂર્વ સ્ટાર ખેલાડી રિકી પોન્ટિંગ કહી ચુક્યો છે કે ઓસ્ટ્રેલિયાની તક રહેલી છે.જા કે ભારતીય ખેલાડીઓના ફોર્મને જાતા ઓસ્ટ્રેલિયા માટે આ શ્રેણી બચાવવી ખુબ જ મુશ્કેલ છે.ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેન આજે ૩૮ રન કરીને આઉટ થયો હતો. જ્યારે કમિન્સ માત્ર ૧૯ રન કરી શક્યો હતો.