જાપાનની એક કંપનીમાં એવો નિયમ છે કે તમારા બોસની અનુમતિ વગર માતૃત્વ પણ ધારણ ન કરી શકો. જાપાનની તે કંપનીમાં પોતાની ફિમેલ એમ્પ્લોયને ઇમેઇલ દ્વારા કહી દેવામાં આવ્યુ છે કે, જો તે માતૃત્વ ધારણ કરવા ઇચ્છતી હોય તો તે પહેલા બોસની અનુમતિ લેવી જરૂરી બને છે. આ નિયમ આટલો ક્રુર હોવા છતાં તેને મહિલાઓની ફેવરમાં માનવામાં આવે છે.
તે સિવાય જો કોઇ મહિલાએ લગ્ન કરવા હશે તો પણ તેને બોસની મંજૂરી લેવી પડશે. આવુ કેમ કરવામાં આવે છે તેના માટે અલગ અલગ કારણો પણ આપવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યુ છે કે, એક માતા કામ અને બાળકની જવાબદારી એક સાથે ન ઉપાડી શકે. જેથી માતા બનતા પહેલા કે લગ્ન કરતાં પહેલા બોસની મંજૂરી લેવી જરૂરી બને છે. આવા અવનવા નિયમો હોવા છતાં જાપાનની મહિલાઓ તેને અનુસરે છે અને લગ્ન અથવા માતૃત્વ ધારણ કરતાં પહેલા પોતાના બોસની મંજૂરી લે છે.