અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં પ્રાઇવેટ ટુરિસ્ટ બસોને રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી જ પ્રવેશવાની પરવાનગી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. જેનાં અનુસંધાનમાં અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ (AGVPSM) દ્વારા ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે, અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દિવસ દરમિયાન પણ પ્રાઇવેટ ટુરિસ્ટ બસોને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે. છેલ્લાં ઘણાં વર્ષોથી અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ દ્વારા આ માટે ઝુંબેશ કરવામાં આવી રહી છે.
AGVPSMના ચેરમેન હરિભાઈ પટેલના જણાવ્યા અનુસાર, “ખાનગી બસોને દિવસ દરમિયાન પરવાનગી આપવામાં આવી નથી, તેના કારણે પ્રવાસીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે, સમયસર તેઓ અમુક સ્થાને પહોંચી શકતા નથી અને આ માટે અમે છેલ્લાં ઘણાં વર્ષોથી રજૂઆત સરકારને કરી રહ્યા છીએ પરંતુ આજ સુધી કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. જો પ્રાઇવેટ બસોના સંચાલકો એક દિવસ માટે પણ હડતાળ પર ઉતરશે તો પ્રવાસીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જે માટે સરકારે ધ્યાન દોરવું જોઈએ.”
દિલ્હી, કલકત્તા ,મુંબઈ ,મદ્રાસ ,બેંગ્લોર જેવી મોટી અને ગીચ વસ્તી ધરાવતી મેટ્રો સિટીમાં આવો ટુરિસ્ટો માટે કાયદો નથી જે આપણી ગુજરાત સરકારની નીતિ ને અને ગુજરાત ટુરિઝમ ની નીતિ ઘણી અયોગ્ય છે
ગુજરાતના પ્રવાસીઓને પણ દિવસ દરમિયાન પ્રવાસ ખેડવાં માટે હાલાકીનો સામનો કરવો પડે છે, આ માટે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ દ્વારા ગુજરાત સરકારને કેટલાંક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે,
- ભારતના દરેક રાજ્યોમાં ખાનગી બસોને શહેરમાં પરવાનગી છે, તો ગુજરાતમાં કેમ નહિ?
- RTO ટેક્સ + AMC ટેક્સ ભરવા છત્તા પણ સરકાર શ્રી દ્વારા શહેરમાં પાર્કિંગ પ્લોટો ફાળવેલ નથી
- ટુરિસ્ટ બસોને પોલીસ પરવાનગી માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે
- રોડ ટેક્સ, AMC ટેક્સ ભરવા છતાં ટુરિસ્ટ બસોને શહેરમાં નો એન્ટ્રી, શા માટે?
- સરકારી બસો- એસટી બસ, જીએસઆરટીસી વોલ્વો અને સ્ટાફ બસ ને પરવાનગી છે તો ટુરિસ્ટ બસોને કેમ નહિ?
- સરકારી બસો શહેરમાં તો ટુરિસ્ટ બસો શહેરની બહાર કેમ?
- સોશિઅલ ફંક્શનમાં પણ એન્ટ્રી બંધ શા માટે?
- લેટર મેળવેલ હોવા છતા પણ કેમ ડિટેઇન કરી દેવામાં આવે છે?
- ગુજરાત સરકાર ટુરિઝમને પ્રમોટ કરે છે તો તેના માટે વ્યવસ્થા માં પૂરક ખાનગી બસોને જ કેમ દંડાવામાં આવે છે.
- બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, ટ્રક સ્ટેન્ડ તો ખાનગી બસોને શહેરમાં જગ્યા કેમ નહિ?
- ટેક્સ ભરો, પરવાનગીનો લેટર મેળવો, સરકારના બધા જ નિયમોનું પાલન કર્યા બાદ પણ ખાનગી બસોને શહેરમાં નો એન્ટ્રી શા માટે?
આ અંગે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ (AGVPSM)ના ચેરમેન હરિભાઈ પટેલ, પ્રેસિડન્ટ મેઘજીભાઈ ખેતાણી, સેક્રેટરી રાજુભાઈ ઠાકર, GTVOAના પ્રેસિડેન્ટ ગણેશભાઈ જોશી, સેક્રેટરી કિરણ મોદી, તથા ACના વાઇસ પ્રેસિડેન્ટ ગજેન્દ્રભાઈ દુગ્ગડ અને જોઈન્ટ સેક્રેટરી નંદુભાઈ કાબરા દ્વારા પ્રવાસીઓના મુદ્દા અંગે રજૂઆત કરવામાં આવી હતી.