રક્તદાનની પ્રક્રિયા મારફતે શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા વધારે ઝડપી બને છે. આના કારણે શરીરમાં નવી કોશિકાઓનુ નિર્માણ થાય છે. જે લોહીને પાતળુ બનાવે છે. ચહેરા પર થયેલા પિંપલ્સ અને દાગને દુર કરવામાં ભૂમિકા અદા કરે છે. રક્તદાન કરવામાં આવ્યા બાદ પ્રવાહી ચીજાનો ઉપયોગ વધારે કરવામાં આવે તે જરૂરી છે. જેમાં નારિયળ પાણી, ફ્રેશ જ્યુસ અને સુપનો સમાવેશ થાય છે. રક્તદાનથી કોલેસ્ટ્રોલ, સ્થુળતા અને બ્લડપ્રેશર પણ કાબુમાં રહે છે. ૧૮થી ૬૦ વર્ષની વયની કોઇ પણ સ્વસ્થ વ્યક્તિ જેમના હિમોગ્લોબિન ૧૨થી વધારે છે તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે.
આના ત્રણ ચાર મહિના બાદ ફરી લોહી આપી શકે છે. જો કે શરીર પર કોઇ પણ પ્રકારના ટેટુ ધરાવતા લોકો જીવનમાં ક્યારેય રક્તદાન કરી શકતા નથી. કારણ કે ટેટુ બનાવતી વેળા ઉપયોગ કરવામાં આવેલી સોઇ ઇન્ફેક્શનથી ગ્રસ્ત હોઇ શકે છે. જા કોઇ બિમારીની સારવાર ચાલી રહી છે તો તબીબોની સલાહના આધાર પર જ રક્તદાન કરી શકાય છે. જાણકાર લોકો કહે છે કે રક્તદાનના કારણે શરીરમાં કોઇ પણ પ્રકારની નબળાઇ આવતી નથી. રક્તદાન કરવામાં આવ્યાના અડધા કલાક બાદ વ્યક્તિ પોતાના નિયમિત કામ કરી શકે છે. રક્તદાન કરવાના એક દિવસ પહેલાથી શરાબને સ્પર્શ કરવામાં ન આવે તે પણ જરૂરી છે.