અકસ્માત બાદ સેલ્ફી લેતા રહ્યા લોકો, 3ના ગયા જીવ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતમાં લોકોમાં સેલ્ફી લેવાનો ખુબ ક્રેઝ છે. નાની વસ્તુથી લઇને મોટી બાબત માટે લોકો સેલ્ફી લેતા હોય છે. રાજસ્થાનના બોડમેરમાં એક અજીબ કિસ્સો બન્યો છે. સમય ઉપર સારવાર ના મળતા ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા.

મંગળવારે રાજસ્થાનના બાડમેરમાં એક દુર્ઘટના ઘટી હતી. જે એકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આસપાસ ભીડ વધી ગઇ હતી. તેમ છતાં લોકોએ તેમની મદદ કરવાની જગ્યાએ વિડીયો લેવા લાગ્યા હતા. દુર્ઘટના સ્થળ પર લોકો સેલ્ફી અને વિડીયો લઇ રહ્યા હતા. લોહીમાં લથબથતા લોકોને સારવાર આપાવવાની જગ્યાએ લોકો સેલ્ફી લઇ રહ્યા હતા.

દેશમાં લોકોએ માનવતાની જાણે હદ વટાવી લીધી હોય તેમ લાગે છે. તે લોકોને સારવાર ના મળવાને કારણે મૃત્યુ પામ્યા છે. સંવેદનહીન સમાજને કારણે ત્રણ લોકો બચી શકતા હતા તે મોતને ભેટ્યા છે.

Share This Article