દિલ્હીમાં 14000 વૃક્ષો કાપવાની તૈયારીમાં સરકાર, લોકોએ ચિપકો આંદોલન શરૂ કર્યું – પ્રદર્શનકારીઓએ વૃક્ષો પર રાખડીના પ્રતીકરૂપે લીલી રિબિન બાંધી – ‘વૃક્ષ બચાઓ, દિલ્હી બચાઓ’ ના પોસ્ટરો દ્વારા વિરોધ
દિલ્હીમાં દક્ષિણ વિસ્તારમાં 7 કોલોનીઓના પુનર્વિકાસ માટે કેન્દ્ર સરકારે 14 હજાર વૃક્ષો કાપવાનું આયોજન કર્યું છે. સરકારના આ ચુકાદાના વિરોધમાં રવિવારે સ્થાનિક લોકો સહિત સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણવિદોએ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીના સરોજની નગરમાં લગભગ 15000 પ્રદર્શનકારી એકત્ર થયા અને વૃક્ષોને ચોંટીને ‘ચીપકો આંદોલન’ શરૂ કર્યું છે. આ દરમિયાન તેમણે વૃક્ષો પર રાખડીના પ્રતીકરૂપે લીલી રિબીન બાંધી અને વૃક્ષોની સુરક્ષાનું વચન આપ્યું. આ પ્રદર્શનને વધારેથી વધારે લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે વીડિયો સેલ્ફી બૂથ પણ સ્થાપિત કરવામાં આવ્યા. પ્રદર્શન દરમિયાન લોકો વૃક્ષ બચાઓ, દિલ્હી બચાઓ, અમે ચોખ્ખી હવા ઈચ્છીએ છીએ અને વૃક્ષોને બચાઓ, તે આપને બચાવશે. જેવા પોસ્ટરો સાથે જોવા મળ્યા. પ્રદર્શનકારીઓએ સરકારના નિર્ણયને આત્મઘાતી દર્શાવતા આ વિશે પુન:વિચારનો આગ્રહ કર્યો છે.