ખેડૂતોએ ડુંગળીનો હાર પહેરી વિરોધ પ્રદશન કર્યું, ખેડૂતોએ પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી
સુરત : ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતના વિકાસના કારણે દુનિયાભરનું ધ્યાન આ રાજ્ય તરફ ખેંચાયું છે તો વિકાસના કારણે આવતી કેટલીક સમસ્યાઓનો વિરોધ પણ થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ૧૪ ગામના લોકો આંદોલન કરી રહ્યા છે. સુરત જિલ્લાના ખેડૂતો આંદોલન કરી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂત સુરતના ગોઠાણ-હજીરા સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનનો વિરોધ કરી રહયા છે. આ અંગે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે.. ગોઠાણ-હજીરા સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનના વિરોધમાં દામકા, વાંસવા તેમજ અન્ય ગામના અસરગ્રસ્ત લગભગ ૨૦૦ થી વધુ ખેડૂતો કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલવે સંપાદન માટે વારંવાર જમીન માપણીના નામે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ ડુંગળીનો હાર પહેરી વિરોધ પ્રદશન કર્યું હતું. શાકભાજી અને હળ સાથે પહોંચેલા ધરતીપુત્રોએ જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતોએ રેલવે લાઇન રદ કરવાની માંગ કરી હતી.
Škoda ઓટો ઇન્ડિયાએ 4×4 SUV Kodiaq ભારતમાં લોન્ચ કરી
મુંબઇ : Škoda Kylaq રેન્જના સફળ લોન્ચ બાદ Škoda ઓટો ઇન્ડિયાએ હવે 4x4 SUVની તદ્દન નવી જનરેશનના લોન્ચ સાથે સ્પેક્ટ્રમના...
Read more