અમદાવાદ : ભાજપ પ્રમુખ અમિત શાહે આજે કહ્યું હતું કે ચોક્કસ મુદ્દાઓ ઉઠાવીને રાષ્ટ્રવાદની ભાવના ખતમ કરવાના પ્રયાસ કેટલાક લોકો દ્વારા હજુ પણ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના લોકો દેશમાં કોલેજ અને હોસ્ટેલમાં હજુ પણ સક્રિય થયેલા છે. ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ અને વર્તમાન કાર્યકરોને સંબોધતા અમિત શાહે આ મુદ્દાને ઉકેલવા માટે કામ કરવા ઉપસ્થિત કાર્યકરોને અપીલ કરી હતી. અમિત શાહે રિવરફ્રન્ટ ખાતે આયોજિત એબીવીપીના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી હતી.
અધિવેશનમાં અમિત શાહ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે કાર્યકરોને સંબોધતા કહ્યું તું કે આજે પણ એબીવીપીની સમક્ષ અનેક પ્રકારના પડકારો રહેલા છે. કેટલાક લોકો જાણી જાઈને એવા મુદ્દા ઉઠાવવામાં આવી ર્યા છે. જેનાથી રાષ્ટ્રાવાદની ભાવનાને ફટકો પડી રહ્યો છે. આમાં સામેલ રહેલા લોકો હજુ પણ કોલેજ અને હોસ્ટેલ કેમ્પસમાં સંપૂર્ણ પણે સક્રિય રહેલા છે. દેશના ઘણા ભાગોમાં અમે અગાઉ પણ આવુ જાઈ ચુક્યા છીએ. અમિત શાહે આ સંદર્ભમાં કોઈ ચોક્કસ વાત કરી ન હતી પરંતુ અમિત શાહે દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ૨૦૧૬માં બનેલા બનાવનો દેખિતી રીતે ઉલ્લેખ કરી રહ્યા હતા. જ્યાં વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સમસ્યાને ઉકેલવા માટે એબીવીપીના કાર્યકરોએ અમારી વિચારધારાને ફેલાવવા માટે કામ કરવું જાઈએ.
સાથે સાથે એવી ખાતરી પણ કરવી જાઈએ કે લાંબા ગાળા સુધી આ પ્રકારની વિચારધારા આગળ વધે. ૬૪માં રાષ્ટ્રીય અધિવેશનના ભાગરૂપે એવીબીપી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનું ઉદ્ઘાટન ૨૭મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવ્યું હતું. લોકશાહીને બચાવવામાં તેના યોગદાન બદલ અમિત શાહે એબીવીપીની પ્રશંસા કરી હતી સાથે સાથે સોસાયટી અને વિદ્યાર્થીઓને અસર કરતા મુદ્દાઓ ઉઠાવવા બદલ તેન પ્રશંસા કરી હતી. હળવી નોંધમાં ભાજપ વડાએ કહ્યું હતું કે દિલ્હીમાં રહેલા કેટલાક સફળ મીડિયા પ્રોફેશનલો પણ તેમની વિદ્યાર્થી લાઈફ દરમિયાન એક વખતે એવીબીપી સાથે જાડાયેલા રહ્યા હતા.
તેઓ આજે આ વાત સ્વીકારવાથી ખચકાટ અનુભવ કરી રહ્યા છે પરંતુ જ્યારે વ્યક્તિગત રીતે તેમને મળીએ છીએ ત્યારે એબીવીપી સાથે તેમના જુના સંબંધોની કબુલાત કરશે. શાહે કહ્યું હતું કે બીજા દેશોમાં ભારતની છાપ સુધરી છે અને વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ એક વખતે એબીવીપી સાથે જાડાયેલા હતા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે કોંગ્રેસના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે કેટલાક લોકો આડેધડ આક્ષેપબાજી કરી રહ્યા છે પરંતુ ૬૦ કરોડ લોકોની લોકશાહીમાં શ્રદ્ધા મજબૂત બની છે. પરિવર્તનનો પવન ફુંકાઈ રહ્યો છે.
આ પરિવર્તન સામુહિક પ્રયાસોની અસર છે. આઠ કરોડ લોકોના ઘરમાં શૌચાલય, છ કરોડ લોકોના ઘરમાં ગેસ અને સાત કરોડ લોકોના ઘરોમાં વીજળી પ્રથમ વખત પહોંચી છે.