સુરત : વડાપ્રધાન મોદી આજે સુરતમાં પહોંચ્યા હતા. સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં મોદીએ સંબોધન કર્યું હતું. આમા મોટી સંખ્યામાં પ્રોફેશનલો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. અહીં મોદીએ પોતાના સંબોધનમાં ન્યુ ઇન્ડિયા અને વિકાસની વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, દેશના કરોડો લોકોમાં તેમની સરકાર આવ્યા બાદ આત્મવિશ્વાસ વધ્યો છે. લોકો સપના જાઈ રહ્યા છે. તેમના સ્વપ્ન પૂર્ણ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. અગાઉ રિમોટ કન્ટ્રોલની સરકાર હતી જે રિમોટ કન્ટ્રોલના ઇશારે કામ કરવા ટેવાયેલી હતી.
મોદીએ નોટબંધીની વાત કરીને કહ્યું તું કે, તેમના સાહસી નિર્ણયોના કારણે લાખો કંપનીઓને તાળા લગાવી દીધા હતા. ભૂતિયા લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. અગાઉની સરકારમાં વ્યÂક્તગત લાભ નુકસાનની વાતો જાવામાં આવતી હતી. ગુજરાતે જ ખાતરી આપી કે, મોદીમાં વિશ્વાસ કરી શકાય છે. આજ કારણસર લોકોએ પ્રચંડ બહુમતિ સાથે ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી હતી. ત્યારબાદથી તેમની સરકાર સતત મહેનતમાં લાગેલી છે. એક પછી એક સાહસી નિર્ણયો કરવામાં આવ્યા છે. ઉરી સર્જિકલ હુમલાની પણ તેમણે વાત કરી હતી અને કહ્યું હતું કે, અગાઉના હુમલા વેળા શ્રદ્ધાંજલિ સુધીના કાર્યક્રમ મર્યાિદત રહેતા હતા પરંતુ જ્યારે તેમના સરકારના ગાળામાં ઉરીમાં હુમલો થયો ત્યારે ઉંઘી શક્યા ન હતા અને સર્જિકલ સ્ટ્રાઇક કરીને ઉરીનો જવાબ આપવામાં આવ્યો હતો. સેનાના જવાનો સાહસપૂર્વક હવે આગળ વધી રહ્યા છે. તેમનામાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. સરકાર દ્વારા દેશને આધુનિક બનાવવાની દિશામાં પગલા લેવાયા છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં ૧૮ હજારથી પણ વધારે યુવાનોને મોદીએ સંબોધન કર્યું હતું. અહીં મોદીએ ઉપસ્થિત લોકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા જેથી દેશ માટે કોઇ નિર્ણય લેવામાં ક્યારેય ભય લાગ્યો નથી. અગાઉની સરકારમાં ૨૬-૧૧ થયો હતો તે વખતે શ્રદ્ધાંજલિ આપીને વાત ખતમ થઇ જતી હતી. અમારી સરકારના ગાળામાં ઉરીમાં હુમલો થયો ત્યારબાદ દેશે જે જવાબ આપ્યો તે તમામ લોકો જાઇ ચુક્યા છે.
હવે એવી સરકાર છે જેમાં સવા સો કરોડ લોકોના સપના જાગ્યા છે. લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. લોકો કહેવા લાગ્યા છે કે, મોદી કંઇપણ કરી શકે છે. મુશ્કેલીનું કામ પણ કરી શકે છે. આશા અને સપના ભારતને આગળ લઇ જવા માટે જરૂરી છે. દેશમાં લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. પહેલાની સરખામણીમાં હવે ઝડપથી નિર્ણયો થઇ રહ્યા છે. અમે કામ થઇ શકશે નહીં તેવી માનસિકતા બદલી ચુક્યા છે. પહેલા અહેવાલોમાં કૌભાંડોની વાત થતી હતી. નકારાત્મક બાબતોને અમે ભુલી ચુક્યા છે અને નવી શરૂઆત થઇ રહી છે. સવા સો કરોડ દેશવાસી નક્કી કરી ચુક્યા છે કે, પરિવર્તન કરવાનો સમય છે.