ઘઉંનો લોટ ૮૮ ટકા, બાસમતી ચોખા ૭૬ ટકા, જેમાં સાદા ચોખા ૬૨.૩ ટકા મોંઘા થયા
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી હદે કથળી છે કે લોકોને બે ટાઈમ જમવાનું મળવું પણ મુશ્કેલ બન્યું છે. પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સાથે જ મોંઘવારી એટલી વધી છે કે, લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. પાકિસ્તાનમાં આ વીકમાં ફૂગાવાનો દર ૪૦ ટકાથી વધારે રહ્યો છે. તેનાથી સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે ફૂગાવાના આંકડા જાહેર કર્યા હતા. તે મૂજબ ૨૩ નવેમ્બરના રોજ પૂરા થયેલા વીકમાં મોંઘવારી દર ૪૧.૧૩ ટકા રહ્યો હતો.. પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર, ગેસના ભાવમાં વધારો થવાને લીધે મોંઘવારી વધી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં ગેસના ભાવમાં ૧૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. પાકિસ્તાનમાં લગભગ દરેક વસ્તુના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે લોટના ભાવમાં ૮૮.૨ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત બાસમતી ચોખા ૭૬.૬ ટકા અને સાદા ચોખા ૬૨.૩ ટકા મોંઘા થયા છે. જાે ચા પત્તીની વાત કરીએ તો તેમાં ૫૩ ટકા, મરચા પાવડર ૮૧.૭૦ ટકા, ગોળ ૫૦.૮ ટકા અને બટાકા ૪૭.૯ ટકા મોંઘા થયા છે.. આ સાથે જ સિગારેટ ૯૪ ટકા અને ઘઉંનો લોટ ૮૮.૨ ટકા મોંઘો થયો છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલ મૂજબ, લોટના ભાવ ૧૬૦ રૂપિયા હતા જે હવે ૮૮ ટકા મોંઘા થયા છે. તે જ રીતે ચોખાના ભાવ એક કિલોના ૧૪૬ રૂપિયા હતા તેમાં ૬૨ ટકાનો વધારો થયો છે. ગત વીકની તુલનાએ ૨૫ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. રોજબરોજ ઉપયોગમાં આવતી ૧૩ વસ્તુઓના ભાવમાં ઘટાડો પણ જાેવા મળ્યો છે. જે વસ્તુના ભાવમાં વધારો થયો, તેમાં ગેસના ભાવમાં ૪૮૦ ટકા, ચા પત્તીના પેકેટમાં ૮.૯ ટકા, ચિકનમાં ૪ ટકા, મીઠામાં ૨.૯ ટકા, ઘઉંના લોટમાં ૨.૬ ટકા અને બટાકાના ભાવમાં ૨ ટકાનો વધારો થયો છે.