ટિ્વટરના નવા બોસ પોતાના ર્નિણયો અને કારનામાના પગલે દુનિયાભરમાં હાલ ચર્ચામાં છે. આ જ કડીમાં ટિ્વટરે વૈશ્વિક સ્તરે પોતાની છટણી નીતિ હેઠળ ભારતમાં પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરી દીધુ છે. યશ અગ્રવાલ નામના યુવકને પણ ટિ્વટરે નોકરીમાંથી કાઢી મૂક્યો છે. આ યુવક હાલ ખુબ ચર્ચામાં છે કારણ કે તેણે નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ એક એવી ટ્વીટ કરી કે દુનિયાભરમાં વાયરલ થઈ ગઈ.
વાત જાણે એમ છે કે મીડિયા રિપોર્ટ્સ મુજબ ૨૫ વર્ષના એક ભારતીય યુવક યશ અગ્રવાલને પણ ટિ્વટરે નોકરીમાંથી બરતરફ કરી દીધો. નોકરી ગયા બાદ યશ અગ્રવાલે પોતાની એક ખુશમિજાજ તસવીર સાથે પોસ્ટ શેર કરી.
આ તસવીરેમાં તે બે મોટા ઓશીકા પકડીને ઊભેલો જોવા મળે છે. જેના પર ટિ્વટરનો લોગો છે. પોસ્ટમાં તેણે પોતાની નોકરી જવા અંગે જણાવ્યું. તેમણે લખ્યું કે હમણા જ નોકરી ગઈ છે. ટિ્વટર સાથે કામ કરવું, આ ટીમનો, આ કલ્ચરનો ભાગ બનવું મારા માટે સૌભાગ્યની વાત છે. આ ટીમની સંસ્કૃતિનો ભાગ બનવું એ અત્યાર સુધીનું સૌથી મોટું સૌભાગ્ય છે. યશ અગ્રવાલે આ પોસ્ટ ટિ્વટર ઉપરાંત પોતાની લિંક્ડઈન પ્રોફાઈલ ઉપર પણ શેર કરી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લોકો યશ અગ્રવાલને ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને યશના વખાણ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે જીવન પ્રત્યે આ સકારાત્મક દ્રષ્ટિકોણ તમને ખુબ આગળ લઈ જશે. તમે જે પણ કઈ કરશો તેમાં તમને બેજોડ સફળતા અને ખુશી મળે એવી શુભકામનાઓ છે. એક અન્ય યૂઝરે લખ્યું કે જોબ જવા છતાં આટલી ઉર્જા અને ઉત્સાહ જોવા લાયક છે.