લોકો પાગલ નથી કે હિરોને જોઇને સ્મોકિંગ શરૂ કરી દે – ફિલ્મ મેકર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સાઉથ ઇન્ડિયાના સુપર સ્ટાર વિજય થલપથીના બર્થ ડે પર પ્રોડ્યુસર્સે તેમની આગામી ફિલ્મનુ પોસ્ટર લોન્ચ કર્યુ હતુ. જેમાં અભિનેતાના મોઢામાં સિગરેટ છે અને તે લાઇટરથી તેને સળગાવવા જઇ રહ્યા છે. આ પોસ્ટર લોકોને ખૂબ પસંદ આવ્યુ હતુ અને ખૂબ વાઇરલ પણ થયુ હતુ. આ પોસ્ટર પર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ફિલ્મમેકરને નોટિસ મોકલવામાં આવી છે, અને કહ્યુ છે કે આ પોસ્ટર હટાવી દો.

તેના જવાબમાં ફિલ્મમેકર નવીને પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલથી જવાબ આપ્યો કે, આપણે લોકોના મેચ્યોરિટી લેવલને સમજીએ છીએ. લોકો એટલા પણ ગાંડા નથી કે એક હિરોને સિગરેટ પીતો જોઇને પોતે પણ સિગરેટ પીવાનુ શરૂ કરી દેશે. દારૂનુ ચલણ પણ આપણા સમાજમાં ત્યારથી જ આવી ગયુ હતુ જ્યારે તે આર્ટમાં સામેલ નહોતું.

તામિલનાડુ તમાકુ કંટ્રોલે જણાવ્યુ હતુ કે આ પોસ્ટર કાયદાનું ઉલ્લંધન કરે છે. સિગરેટ અને તમાકુ એક્ટ 2003 અને કોપ્ટાના જી.એસ.આર 786ના સેક્શન 5નું ઉલ્લંઘન છે. જલ્દી જ આ પોસ્ટરને હટાવવામાં આવે.

Share This Article