Paytm (One 97 Communications Limited), જે ભારતમાં MSME અને એન્ટરપ્રાઈઝ માટે ફુલ સ્ટેક મર્ચન્ટ પેમેન્ટ્સ સેવા આપતી અગ્રણી કંપની છે, તેણે Q1 FY26ના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે અને EBITDA તેમજ PAT સહિત તમામ મુખ્ય નફાકારક સૂચકાંકોમાં નફાકારકતા હાંસલ કરી છે. કંપની આગામી ત્રિમાસિકોમાં નફાકારકતામાં વધુ સુધારો થવાની અપેક્ષા રાખે છે.
જૂન સમાપ્ત ત્રિમાસિક દરમિયાન પેટીએમએ ₹123 કરોડ PAT અને ₹72 કરોડ EBITDA નોંધાવ્યા. ઓપરેટિંગ આવકમાં 28% YoY વધારો થયો અને તે ₹1,918 કરોડ પર પહોંચી. કોન્ટ્રિબ્યુશન નફો 52% YoY વધીને ₹1,151 કરોડ થયો અને કોન્ટ્રિબ્યુશન મારજિન 60% થયો – જે પેમેન્ટ નેટ રેવન્યુમાં વધારો, નાણાકીય સેવાઓના વિતરણમાંથી ઊંચી આવક અને સીધા ખર્ચમાં ઘટાડાને લીધે શક્ય થયું.
પેમેન્ટ નેટ રેવન્યુ 38% YoY વધીને ₹529 કરોડ થયો – જે ઉચ્ચ ગુણવત્તાવાળા સબ્સ્ક્રિપ્શન મર્ચન્ટ્સના વધારા અને પેમેન્ટ પ્રક્રિયા માર્જિનમાં સુધારાને કારણે થયું. નાણાકીય સેવાઓની આવક 100% YoY વધીને ₹561 કરોડ થઈ – જે મર્ચન્ટ લોનમાં સતત વૃદ્ધિ, ડિફોલ્ટ લોસ ગેરંટી (DLG) પોર્ટફોલિયોમાં ટ્રેલ આવક અને સુધારેલી વસુલાત કામગીરીને કારણે શક્ય થયું.
જૂન 2025 સુધીમાં મર્ચન્ટ સબ્સ્ક્રિપ્શન્સ 1.30 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા. ડિવાઇસ મર્ચન્ટ્સના વધારા સાથે કંપનીએ ઓપરેશનલ અસરકારકતા વધારવાની કામગીરી ચાલુ રાખી છે અને ડિવાઇસ ખર્ચ ઘટાડીને CAPEX ઘટાડ્યો છે, સાથે વેચાણ ટીમની ઉત્પાદનક્ષમતા વધારવામાં આવી છે.
ભારતનો ફુલ સ્ટેક મર્ચન્ટ પેમેન્ટ્સ લીડર
Paytm એ ભારતમાં પ્રથમ અને એકમાત્ર AI-સંચાલિત ઓમ્ની-ચેનલ પેમેન્ટ્સ પ્લેટફોર્મ છે, જે હાર્ડવેર, સોફ્ટવેર અને સેવાઓ સહિત સંપૂર્ણ પેમેન્ટ ટેક સ્ટેક પ્રદાન કરે છે. કંપની અનુમાન કરે છે કે 10 કરોડથી વધુ મર્ચન્ટ્સ ડિજિટલ પેમેન્ટ્સ સ્વીકારશે અને તેમામાંથી 40-50% વ્યવસાય માટે સબ્સ્ક્રિપ્શન આધારિત સેવાઓની જરૂર પડશે.
Paytm એ ભારતમાં ફિનટેક જગતમાં સૌથી વહેલા અને ઝડપી AI અપનાવનારા પ્લેયર્સમાંની એક છે. AIને દરેક પ્રોડક્ટ અને સર્વિસ સફરમાં એકીકૃત કરવામાં આવ્યો છે – જેમાં મર્ચન્ટ ઓનબોર્ડિંગથી લઈને ટ્રાન્ઝેક્શન મોનીટરિંગ અને ગ્રાહક સંતોષ સુધી બધું જ સામેલ છે.