ગુજરાતના બજારોમાં ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગ વચ્ચે, પેટીએમે તેના હાલના સાઉન્ડબોક્સ ડિવાઇસની સુરક્ષા મજબૂત કરી છે અને સાથે નવું પેટીએમ AI ડિવાઇસ પણ રજૂ કર્યું છે, જે સ્થાનિક વેપારી ભાગીદારો માટે વધુ સુરક્ષા અને સુવિધા લાવે છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં સાઉન્ડબોક્સ ડિવાઇસોની લોકપ્રિયતા વધતી જતાં, નવું પેટીએમ AI ડિવાઇસ હાલની મજબૂત સુરક્ષા સાથે વધારાનું રક્ષણ અને સુવિધા ઉમેરે છે, જેથી વેપારીઓ ચુકવણી મેળવતી વખતે વધુ આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા અનુભવે.
પેટીએમ AI ડિવાઇસ વેપારીઓ માટે એક સ્માર્ટ સાથી છે, જેમાં બે ડિસ્પ્લે ઉપલબ્ધ છે—ઉપરનું સ્ક્રીન તરત ચુકવણી દેખાડે છે અને સાથે વિશ્વસનીય વૉઇસ કન્ફર્મેશન પણ આપે છે, જેથી વેપારીઓ દરેક ચુકવણી સાંભળીને અને જોઈને સરળતાથી ચકાસી શકે.
સુરક્ષા વધુ મજબૂત માટે હવે તેમાં દરેક ટ્રાન્ઝેક્શન સાથે રીફ્રેશ થતો ડાયનેમિક QR સામેલ છે, જે ફ્રોડ અટકાવવામાં મદદરૂપ બને છે અને વેપારીઓને વધારાનું રક્ષણ આપે છે. આ નવું ડિવાઇસ આધુનિક સોફ્ટવેર સાથે વધુ સુરક્ષિત, સ્માર્ટ અને વિશ્વસનીય પેમેન્ટ અનુભવ આપે છે.
ડિજિટલ પેમેન્ટ્સના પાયોનિયર એવા પેટીએમે ભારતમાં પહેલીવાર વોઇસ આધારિત પેમેન્ટ કન્ફર્મેશન આપતું સાઉન્ડબોક્સ રજૂ કર્યું હતું, જેને વેપારીઓએ ખૂબ વિશ્વાસ સાથે અપનાવ્યું છે. આ રીઅલ-ટાઇમ એલર્ટ સિસ્ટમ વેપારીઓને ઝડપભર્યા સમય દરમિયાન પણ કોઈ સાચી ચુકવણી ચૂકી ન જાય તેની ખાતરી આપે છે. સપ્ટેમ્બરમાં પૂરાં થયેલા Q2 પરિણામ મુજબ, કંપનીના મર્ચન્ટ સબ્સ્ક્રિપ્શન 1.37 કરોડ સુધી પહોંચ્યા છે, જે વર્ષ-દર-વર્ષ 25 લાખનો વધારો દર્શાવે છે—વેપારી પેમેન્ટ્સમાં પેટીએમની ટોચની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
વિશ્વાસ મજબૂત કરવા માટે પેટીએમે ડિવાઇસ હેન્ડલિંગ માટે કડક પ્રોટોકૉલ્સ અમલમાં મૂક્યા છે. કંપની કહે છે કે ફક્ત અધિકૃત પેટીએમ સર્વિસ એન્જિનિયર્સ જ સાઉન્ડબોક્સ ડિવાઇસ સેટઅપ, મેન્ટેન અથવા અપડેટ કરી શકે. આ નિયંત્રિત સર્વિસિંગ પ્રક્રિયા ડિવાઇસના દુરુપયોગ, ખોટી માહિતી અથવા અનધિકૃત લોકો દ્વારા ડિવાઇસ સુધી પહોંચવાનું રોકે છે—રાજ્યના વેપારીઓ માટે મહત્વપૂર્ણ ભરોસાનો મુદ્દો.
ગુજરાતમાં સાઉન્ડબોક્સ લાંબા સમયથી લોકપ્રિય છે—અમદાવાદના પાનના સ્ટોલથી લઈને સુરતના મોટા રિટેલ સ્ટોર્સ સુધી—જે આવતી ચુકવણીનો તરત અવાજ દ્વારા ખરો પુરાવો આપે છે. પેટીએમ જણાવે છે કે આ રીઅલ-ટાઇમ અનાઉન્સમેન્ટ ભૂલની સંભાવના ઓછો કરે છે અને ભીડભાડવાળી જગ્યાઓમાં પણ વેપારીઓને ગુંચવણથી બચાવે છે.
નવું પેટીએમ AI સાઉન્ડબોક્સ આ સુરક્ષા માળખામાં વધુ બુદ્ધિમત્તા ઉમેરે છે. 11 ભારતીય ભાષાઓના સમર્થન સાથે અને રીઅલ-ટાઇમ ડેટા ક્ષમતાઓ સાથે, આ ડિવાઇસ વેપારીઓને ચકાસેલ પેમેન્ટ એલર્ટ્સ સાથે સરળ ઓપરેશનલ ઇન્સાઇટ્સ આપે છે. આ સુવિધાઓ વેપારીઓને રોજિંદા કારોબાર વધુ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી સંચાલિત કરવામાં મદદ કરે છે.
પેટીએમ કહે છે કે તેનો મુખ્ય ધ્યેય છે વેપારીઓના પૈસાની સુરક્ષા અને ડિજિટલ પેમેન્ટ્સમાં વિશ્વાસ વધારવો. કંપની માને છે કે AI આધારિત એલર્ટ્સ, કડક સર્વિસ પ્રોટોકોલ્સ અને મજબૂત ટ્રાન્ઝેક્શન સુરક્ષાનો સંયોજન સાઉન્ડબોક્સને દરેક પ્રકારના વ્યવસાય માટે વિશ્વસનીય સાથી બનાવે છે
