મુંબઇ : બોલિવુડમાં ઉભરતા સ્ટાર રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી પત્રલેખા પણ બોલિવુડમાં કેરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તે વિતેલા વર્ષોમાં કેટલીક શાનદાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હોટ સ્ટાર પૈકી એક તરીકે રહેલી પત્રલેખા પ્રેમ લગ્નના બદલામાં અરેંજ મેરિજમાં વધારે વિશ્વાસ રાખે છે. ફિલ્મ એન્ડ ટેલિવીઝન ઇન્સ્ટીટ્યુટથી એક્ટિંગમાં ડિપ્લોમાં કરી ચુકેલી પત્રલેખા બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. તે કેરિયરને લઇને ગંભીર પણ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પત્રલેખાએ વર્ષ ૨૦૧૪માં આવેલી ફિલ્મ સિટીલાઇટ્સ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.
આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુ માટે સ્કીન એવોર્ડ આપવામાં આવ્યો હતો. સિટીલાઇટ્સ ઉપરાંત પત્રલેખા કેટલીક અન્ય ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જેમાં નાનુ કી જાનુ અને લવ ગેમ્સનો સમાવેશ થાય છે. અન્ય તેની ફિલ્મો કોઇ ખાસ કમાલ કરી શકી નથી. પત્રલેખા હાલના સમયમાં બોલિવુડમાં પગ જમાવવા માટે જારદાર સંઘર્ષ કરી રહી છે.
પત્રલેખા પોતાની ફિલ્મો કરતા રાજકુમાર રાવન સાથે સંબંધના કારણે વધારે ચર્ચામાં છે. બંને લાંબા સમયથી રિલેશનશીપમાં હોવાના હેવાલ મળ્યા છે. તાજેતરમાં જ પત્રલેખા બોયફ્રેન્ડ રાજકુમાર રાવની સાથે ગોવામાં વિકેન્ડ મનાવતા નજરે પડી હતી. રાજકુમાર રાવ અને પત્રલેખા આવા કલાકારો પૈકી એક તરીકે છે જે પોતાના સંબંધને લઇને ખુલ્લી રીતે શરૂઆતથી વાત કરતા રહ્યા છે. લગ્નના સંબંધમાં પણ બનંને વાત કરી ચુક્યા છે. તેમનુ કહેવુ છે કે હાલમાં કેરિયર પર ધ્યાન આપી રહ્યા છે. પત્રલેખા હાલમાં નવી ફિલ્મ અરેંજ મેરિજમાં કામ કરી રહી છે. પ્રદીપ સરકારની આ ફિલ્મ છે. તે પહેલા તેઓ હેલિકોપ્ટર બનાવી ચુક્યા છે.