હવે પાટીદાર પંચ સમક્ષ નિવેદન માટે મુદ્દત વધી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સંદર્ભે જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ અને સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં બનેલા બનાવો અંગે નિવૃત્ત ન્યાયમૂર્તિ કેએ પૂજના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. આ બનાવો અંગે જાણકાર લોકો તરફથી નિવેદનો અને સોગંદનામા રજૂ કરવાની મુદ્દત ૨૫મી નવેમ્બર ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી છે એમ તપાસપંચની યાદી જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ બનાવો સંદર્ભે જાણકાર લોકો તરફથી નિવેદનો લેવાની છેલ્લી તારીખ અગાઉ ૨૫-૫-૨૦૧૮ નિર્ધાિરત કરાઈ હતી. તપાસપંચ સમક્ષ આવેલ રજૂઆતો તથા મુદ્દત વધારવા માટે લોકોની વિનંતીને ધ્યાને લઇને તપાસપંચે લોકોને તેમના સોગંદનામા પંચ સમક્ષ રજૂ કરવા માટેની પુરતી તક મળી રહે તે માટે આ સમયગાળો ૩૦-૬-૨૦૧૮ સુધી લંબાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કમિશનની મુદ્દત રાજ્ય સરકાર દ્વારા ૩૧-૩-૧૯ સુધી લંબાવવામાં આવેલ હોવાથી નાગરિકો આ પંચ સમક્ષ નિવેદનો સોદંગનામા કરી શકે તે માટે આ મુદ્દત ૨૫-૧૧-૨૦૧૮ સુધી લંબાવાઈ છે.

 

Share This Article