દુનિયાના દેશોમાં પતંગબાજીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જા કે જુદા જુદા પ્રસંગે આ પતંગો ચગાવવાની પરંપરા રહેલી છે. ચીનના વિફાંગ અથવા તો શાંડોન્ગને પતંગના જન્મસ્થળ તરીકે ગણવામાં આવે છે. આને દુનિયાના પતંગના પાટનગર તરીકે પણ ગણવામાં આવે છે. ખુબ ઓછા લોકો આ બાબતને જાણે છે કે અહીં જ દુનિયાના સૌથી મોટા કાઇટ મ્યુઝિયમની સ્થાપના પણ કરવામા આવી છે. અહીં પતંગોના એક વિશાળ કારખાનાએ પણ દુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે. જ્યાં કેટલીક આકર્ષક ડિઝાઇનવાળી પતંગો તૈયાર કરવામાં આવે છે.
અહીં એપ્રિલ મહિનામાં યોજાતા ઉત્સવમાં ડ્રેગન અને સેન્ટીપેડ ડિઝાઇનની પતંગો સૌથી વધારે ચગાવવામાં આવે છે. બીજી બાજુ પતંગબાજીની પરંપરા માત્ર ભારત અને ગુજરાતમાં જ નથી બલ્કે દુનિયાના કેટલાક દેશોમાં પણ પતંગબાજી કરવામાં આવે છે. ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં અલગ અલગ સમય પર મોટા મોટા પતંગ ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોક પહોંચે છે. ઓસ્ટ્રેલિયામાં ધ ફસ્ટિવલ ઓફ ધ વાઇન્ડસ એટલે કે હવાના ઉત્સ તરીકે આને ગણવામાં આવે છે. જુદા જુદા દેશોમાં ક્યાં ક્યા નામે પતંગબાજી થાય છે તેની રોચક માહિતી નીચે મુજબ છે.
- ઓસ્ટ્રેલિયામાં ધ ફેસ્ટિવલ ઓફ વાઇન્ડસ નામથી પતંગબાજીના ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે જેમાં સિડનીના બોન્ડી બીચ પર લાખો લોકો દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જમા થાય છે
- જાપાનમાં હમામાત્સુ જાઇન્ટ કાઇટ ફેસ્ટીવલનુ આયોજન કરવામાં આવે છે જેમાં વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પહોંચે છે
- ઇંગ્લેન્ડમાં પોટર્સમાઉથમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવે છે જેમાં લાખો લોકો પહોંચે છે. ૩-ડી પતંગો મ્યુઝિક વગાડે તેવી પતંગો પણ હોય છે. ટ્રિક દર્શાવનાર પતંગો આકર્ષણનુ કેન્દ્ર હોય છે. એÂન્જનિયરિંગના કુશળ નમુના દર્શાવતી પતંગો પણ ઇંગ્લેન્ડમાં પતંગબાજી દરમિયાન જાવા મળે છે
- ગ્વાટેવામાલામાં પ્રાચીન કાળથી પતંગ ચગાવવાની પરંપરા રહેલી છે. અહીં નવેમ્બર મહિનામાં ઓલ સેન્ડ્સ ડેના દિવસે બૈરીલેટ ફેસ્ટિલવલનુ આયોજન કરવામાં આવે છે. જેમાં ભવ્ય અને મોટી પતંગો ચગાવવામા ંઆવે છે
- ઇન્ડોનેશિયામાં બાલી ખાતે આનુ આયોજન કરવામાં આવે છે. જેમાં ઇન્ડોનેશિયા સહિત દુનિયાના દેશો આમાં ભાગ લેવા માટે પહોંચે છે. અહીં સેંકડો ટીમ એકત્રિત થઇને એક સાથે પતંગ ચગાવે છે. જેમાં સ્પર્ધાનુ આયોજન પણ કરવામાં આવે છે
- દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પણ સૌથી મોટા પતંગ ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે. જેનુ આયોજન જાન્યુઆરીમાં કરવામાં આવે છે. દર વર્ષે ૨૦,૦૦૦ લોકો તેમાં એકત્રિત થાય છે
- ઇટાલીના સર્વિયામા પણ આ ઉત્સવ મનાવવાની પરંપરા રહેલી છે. એપ્રિલ મહિનાના અંતમાં અહીં આનુ આયોજન કરવામાં આવે છે.