ભારતના અગ્રણી વેપાર સમૂહમાંથી એક ભારતી એન્ટરપ્રાઈઝીસ અને દુનિયાની સૌથી વિશાળ વીમા કંપનીમાંથી એક એક્સા વચ્ચેનું સંયુક્ત સાહસ Bharti AXA Life દ્વારા આજે Post Graduate Program in Life Insurance Sales ક્યુરેટ અને ડિલિવર કરવા માટે વ્યાવસાયિક અભ્યાસ અને ઉચ્ચ શિક્ષણ માટે અગ્રણી વૈશ્વિક એડટેક કંપની Great Learning સાથે ભાગીદારીની ઘોષણા કરવામાં આવી છે. આ પ્રોગ્રામનું લક્ષ્ય ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા ક્ષેત્રમાંથી એક જીવન વીમામાં કારકિર્દી શરૂ કરવા આવશ્યક કુશળતાથી શીખનારને સુસજ્જ કરે છે અને તે સફળતાથી પૂર્ણ થવા પર ભારતી એક્સા લાઈફ સાથે ફુલ-ટાઈમ નોકરી ઓફર કરે છે.
આઠ મહિના લાંબા પ્રોગ્રામમાં બે મહિના ઉદ્યોગના નિષ્ણાતો અને મેન્ટરો પાસેથી માર્ગદર્શન સાથે સંમિશ્રિત, વર્ચ્યુઅલ અને સેલ્ફ- પેસ્ડ લર્નિંગ, જે પછી પ્રોબેશન સાથે નોકરીમાં 6 મહિનાનો સમાવેશ રહેશે. ભારતી એક્સા લાઈફ પ્રોગ્રામના આરંભમાં ચુનંદા ઉમેદવારોને પ્રોવિઝનલ ઓફર લેટર પણ આપશે. શીખનારને ભારતી એક્સા લાઈફની શાખામાં પ્રોબેશન સાથે નોકરીના તેમના 6 મહિનામાં સમર્પિત મેન્ટરિંગ મળશે.
પ્રોગ્રામનું લક્ષ્ય જોશીલા ગ્રેજ્યુએટ્સ (કોઈ પણ પ્રવાહના)ને ઓળખવાનું ને તેમને સોફ્ટ સ્કિલ્સથી પર્સનાલિટી ડેવલપમેન્ટ સુધી અને બહેતર પ્રક્રિયા વ્યવસ્થાપન માટે નવા યુગનાં ડિજિટલ સાધનોના ઉપયોગ સુધી વીમા ઉદ્યોગનાં બધાં મહત્ત્વપૂર્ણ પાસાંઓ આવરી લેવા માટે પરિપૂર્ણ તાલીમ પણ પૂરી પાડે છે. ઈચ્છુકો કોલેજના તેમના આખરી વર્ષમા હોઈ શકે અને 4 વર્ષ સુધી કામનો અનુભવ ધરાવી શકે છે. તેનું લક્ષ્ય ભણનારને ઉદ્યોગ સુસંગત કુશળતાથી નોકરી માટે તૈયાર કરવાનું છે અને ભારતી એક્સા લાઈફમાં ફ્રન્ટ લાઈન સેલ્સ ભૂમિકાઓ માટે તૈયાર કરવાનું છે.
આ ભાગીદારી પર બોલતાં ભારતી એક્સા લાઈફના માનવી સંસાધન (ડેઝિગ્નેટ)ના હેડ ધનશ્રી ઠક્કરે જણાવ્યું હતું કે, “વર્ષોનાં વહાણાં વીતવા સાથે અમે વીમા ઉદ્યોગમાં ગુણવત્તાયુક્ત સેલ્સ પ્રોફેશનલો અને પ્રતિભાઓ માટે વધતી આવશ્યકતાઓ જોઈ છે. ઉપરાંત ભારતમાં જીવન વીમાની પહોંચ ઓછી હોવાથી ગ્રાહકોમાં વિતરણ અને અપનાવવાનું વધારવામાં તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતી એક્સા લાઈફમાં અમે કુશળતા વધારવા અને કારકિર્દીની દ્રષ્ટિએ પણ આકર્ષક તકો ઊભી કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમને આ વર્ષે અગાઉ ગ્રેટ પ્લેસ ટુ વર્ક® પાસેથી સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે, જે અમારા સક્ષમ પ્રયાસોનો દાખલો છે. ગ્રેટ લર્નિંગ સાથે અમારા જોડાણ થકી અમારું લક્ષ્ય એવી તકો પૂરી પાડવાનું છે, જે સેલ્સ પ્રોફેશનલોને તેમની કુશળતાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઈને તેમની કારકિર્દીના પંથે તેઓ પ્રગતિ કરી શકે. અમને આશા છે કે પ્રોગ્રામ તેમનું જ્ઞાન ધારદાર બનાવવામાં અને ક્ષેત્રમાં લાંબી અને પુરસ્કૃત કારકિર્દી માટે આવશ્યક સક્ષમતા પ્રાપ્ત કરવામાં તેમને મદદરૂપ થશે.”
ભારતી એક્સ લાઈફ ઈન્શ્યુરન્સના ડિસ્ટ્રિબ્યુશન એચઆર અને ટ્રેનિંગના હેડ સરિન મોહને જણાવ્યું હતું કે, “મહામારીએ કુશળતા વધારવાની જરૂરની બાબતમાં નવો દાખલો બેસાડ્યો છે અને હવે પ્રોફેશનલોએ ઉદ્યોગનાં ધોરણો અનુસાર રહેવાં જોઈએ અને નવી કુશળતાઓ અને ક્ષમતાઓ સતત ઉમેરીને સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત કરવા જોઈએ તે બતાવી દીધું છે. અમે માનીએ છીએ કે ભણનારાને પ્રોગ્રામમાંથી ભરપૂર લાભ મળશે અને વીમાના વેચાણની વાત આવે ત્યારે આ મોરચે આગળ રહેવા તેમને આવશ્યક મહત્ત્વપૂર્ણ કુશળતા નિર્માણ થશે. સંસ્થા તરીકે અમે ભાવિ તૈયાર કાર્યબળ નિર્માણ કરવા ધ્યાન કેન્દ્રિત કરીએ છી અને તેથી અમારા લોકોની કુશળતા વધારવા માટે પહેલોનો સતત અમલ કરીએ છીએ. ગ્રેટ લર્નિંગ સાથે અમારી ભાગીદારી વિશાળ દર્શકો સુધી અમારો સંદેશ પહોંચશે અને વધુ ઉદ્યોગના પ્રોફેશનલો સુધી અમારી પહોંચ વિસ્તરશે.”
આ ભાગીદારી પર બોલતાં ગ્રેટ લર્નિંગના એન્ટરપ્રાઈઝ હેડ રિતેશ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “ગ્રેટ લર્નિંગમાં અમે ભારતી એક્સા લાઈફ ઈન્શ્યુરન્સ સાથે ભાગીદારી કરવામાં ભારે રોમાંચિત છીએ. આ ભાગીદારી યુવા પ્રોફેશનલોને ફૂલતાફાલતા બીએફએસઆઈ ક્ષેત્રમાં વૃદ્ધિની તકો પૂરી પાડશે. અમે ઘણી બધી ભારતીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો સાથે તેમને ડિજિટલ અને ટેકનોલોજી પ્રતિભામાં પરિવર્તન લાવવા મદદરૂપ થવા માટે કામ કરીએ છીએ. ભારતી એક્સા સાથે સંયુક્ત કાર્યક્રમ નવા ક્ષેત્રને ખોલે છે, જ્યાં સેલ્સ પ્રોફેશનલો ભારતમાં તેમની વીમા પહોંચ વિસ્તારવા માટે સાધનો અને જ્ઞાન સાથે સુસજ્જ બનશે. ભારતી એક્સા માટે આ પ્રોગ્રામ પ્રતિભા ભરતી અને તાલીમ પ્રક્રિયાને મજબૂત બનાવે છે, જેથી નવી પ્રતિભાઓ લેવા માટે ટર્નઅરાઉન્ડ સમય ઓછો થાય છે.”
ભારતી એક્સા કર્મચારીઓને શીખ, વૃદ્ધિ અને કલ્યાણને અગ્રતા આપીને અને તેમના ગ્રાહકોને બ્રાન્ડ વચન એકધારી રીતે પ્રદાન કરીને સમાવેશકતા અને વૈવિધ્યતામાં નાવીન્યપૂર્ણ કર્મચારી કેન્દ્રિત વ્યવહારો પ્રેરિત કરવા માટે કટિબદ્ધ છે. ભારતી એક્સા લાઈફે તેના લોકો અને કાર્યસ્થળ સંસ્કૃતિમાં સૂઝબૂઝથી રોકાણ કર્યું છે, જેને લઈ ભારતભરમાં 254 શાખા કાર્યાલયોમાં 33,266 એડવાઈઝરોનું મજબૂત નેટવર્ક નિર્માણ કર્યું છે અને આ ગૂંચભરી દુનિયામાં વીમાને આસાન બનાવવાના મુખ્ય હેતુ પ્રત્યે કટિબદ્ધ છે.
ગ્રેટ લર્નિંગ દુનિયાભરમાં પ્રોફેશનલો અને વિદ્યાર્થીઓ માટે ડિજિટલ અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી શીખ અને કારકિર્દીની સફળતા અભિમુખ બનાવવાના ધ્યેય પર છે અને આજ સુધી લગભગ 170 દેશમાં 5.5 મિલિયન લર્નર્સ પર પ્રભાવ પાડ્યો છે. એન્ટરપ્રાઈઝને મોરચે વેપારો માટે ગ્રેટ લર્નિંગે 35000થી વધુ કર્મચારીઓની કુશળતા વધારીને 120થી વધુ એન્ટરપ્રાઈઝ ભાગીદારોનાં કાર્યબળમાં પરિવર્તન લાવી દીધું છે.