પારસી મહિલાએ રાહુલનું ચુંબન લઇ ચકચાર જગાવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વલસાડના ધરમપુર ખાતેથી લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો હતો ત્યારે રાહુલ ગાંધી સ્ટેજ પર આવ્યા બાદ કોંગ્રેસીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મહિલાઓના એક જૂથ દ્વારા રાહુલને હાર પહેરાવતી રાહુલનું બહુ જ ભાવભર્યું અને ઉત્સાહ સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં કાશ્મીરાબહેન નામની એક પારસી મહિલાએ રાહુલ પર હેત વરસાવી કિસ(ચુંબન) કરી લીધી હતી. આધેડવયની આ મહિલાએ જા કે, સ્પષ્ટતા કરી હતી કે, પ્રસંગના ઉત્સાહમાં તેણીએ રાહુલ ગાંધીને કિસ કરી હતી.

જો કે, રાહુલ ગાંધી તેમના દિકરા સમાન છે. બીજીબાજુ, રાહુલનું ચુંબન લેતી મહિલાનો વીડિયો પણ ગણતરીની મિનિટોમાં સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઇ ગયો હતો. ધરમપુરના લાલ ડુંગરી ખાતે આજે રાહુલ ગાંધી પાંચ લોકસભા મત વિસ્તારને આવરી લેતી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસના  નેતાઓઓ દ્વારા પહેરાવીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. દરમ્યાન એક મહિલાઓનું ગ્રુપ સ્ટેજ પર હાજર પહેરાવવા માટે પહોંચ્યું હતું. સ્ટેજ પર આવેલી કેટલીક મહિલાઓ પૈકીની કાશ્મીરાબહેન મહિલાએ રાહુલને ગાલ પર કિસ કરી લીધી હતી.

વલસાડના મહિલા કોંગ્રેસના આગેવાન કાશ્મીરા બહેન હોવાનું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, વેલેન્ટાઈનના દિવસે આ મહિલાએ રાહુલ ગાંધીને કિસ કરીને જોરદાર ચકચાર જગાવી દીધી હતી. મહિલાએ રાહુલ ગાંધીને કિસ કરતો વીડિયો ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. બાદમાં પારસી મહિલા કાશ્મીરાબેને જણાવ્યું હતું કે, મારે ઘણી વાર રાહુલને પર્સનલી પણ મળવાનું થયું છે. પરંતુ આજે હું સ્ટેજ પર પહોંચી ત્યારે એક્સાઈટેડ થઈ ગઈ હતી. રાહુલ મારા દીકરા સમાન છે. અમારે કોંગ્રેસ સાથે વર્ષો જૂનો સંબંધ છે. રાહુલ સારું ભણેલા અને ગણેલા છે.રાહુલ પીએમ બનશે તો દેશને પણ ફાયદો થશે અને મહિલાઓનો પણ ઉધ્ધાર થશે. રાહુલ ગાંધી અમારા લોકપ્રિય યુવા નેતા છે.

Share This Article