ક્ષત્રિયોના ચાલી રહેલા વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ડોર-ટુ-ડોર ચૂંટણીનો પ્રચાર કર્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રુપાલાનો વિરોધ ગુજરાતભરમાં થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ચૂંટણીનો પ્રચાર જાેરશોરથી શરુ કરી દીધો છે.  રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાનએ સંત કબીર રોડ પર પ્રચાર કર્યો છે. પરશોત્તમ રુપાલા કાફલા સાથે પ્રચાર માટે નીકળ્યા હતા. જેમાં તેઓએ રાજકોટમાં ડોર-ટુ-ડોર પ્રચારમાં જાેડાયા. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સાથે સાંસદ, ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પણ જાેડાયા હતા. ભરત બોઘરા, ઉદય કાનગડ, રામ મોકરિયા પણ પ્રચારમાં જાેડાયા હતા. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા ૧૬ એપ્રિલના રોજ બહુમાળી ચોક ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાના આયોજનને લઈને પણ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

Share This Article