સંસદ પપ્પી-ઝપ્પી એરિયા નથીઃ હરસિમરત કૌર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હીઃ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ચર્ચા વેળા રાહુલ ગાંધીના હસવાના નિવેદનને લઇને હોબાળો થઇ ગયો છે. રાહુલના નિવેદન વેળા તીવ્ર ટિપ્પણીઓનો દોર ચાલ્યો હતો.

બીજી વખત રાહુલે બોલવાની શરૂઆત કરી ત્યારે કહ્યું હતું કે, વિપક્ષના સાંસદોએ હાલમાં જ તેમને અભિનંદન આપ્યા છે પરંતુ એ વખતે તેઓ હેરાન થઇ ગયા હતા જ્યારે ભાજપના સભ્યોએ પણ હાથ મિલાવીને તેમની પ્રશંસા કરી હતી. એજ વેળા રાહુલ ગાંધી હાથનો ઇશારો કરીને બોલી ગયા હતા કે, આ અકાળી નેતા હસીને તેમની તરફ જોઇ રહ્યા છે.

આના પર હોબાળો શરૂ થઇ ગયો હતો. હરસિમરત કૌરે રાહુલના નિવેદનને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સંસદ છે મુન્નાભાઈના પપ્પી-ઝપ્પીના એરિયા તરીકે નથી.

Share This Article