હવે સિદ્ધાર્થ અને પરિણિતીની જોડી નવી ફિલ્મમાં સાથે રહેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: હસી તો ફસી ફિલ્મમાં સાથે કામ કરી ચુકેલી પરિણિતી ચોપડા અને સિદ્ધાર્થ મલહોત્રાની જોડી ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહી છે. ફિલ્મનુ નામ જબરિયા જોડી રાખવામાં આવ્યુ છે. ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. શુટિંગ લખનૌમાં શરૂ કરવામાં આવ્યુ છે.

સિદ્ધાર્થ ફિલ્મમાં વધુનુ અપહરણ કરવાને એક બિઝનેસ બનાવી દેનારની ભૂમિકા અદા કરી રહ્યો છે. નિર્દેશક પ્રશાંત સિંહે પ્રથમ વખત ફિલ્મ નિર્દેશન કરવાનો નિર્ણય કર્યો છે. પરિણિતી રોમાંચક યુવતિની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મની પટકથા રાજ સાન્ધલિયા દ્વારા લખવામાં આવી છે. તબીબો, એન્જિનિયરિંગ અને અન્ય લોકોનુ અપહરણ કરવાની ભૂમિકા અદા કરવામાં આવી છે.

તમામ લોકો જાણે છે કે પ્રશાંત સિંહે સિનેમામાં એક વર્ષના લાંબા કોર્સ બાદ હવે ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં કુદી જવાનો નિર્ણય કર્યો છે. બસ એક પલ ફિલ્મમાં વર્ષ ૨૦૦૬માં તેઓ નિર્માણમાં સહાયક તરીકે રહ્યા હતા. હવે સંપૂર્ણ રીતે નિર્દેશનની જવાબદારી સ્વીકારવા માટે જઇ રહ્યા છે. પ્રશાંત તે પહેલા આનંદ એલ રાય, સુજાય ઘોષ જેવા લોકોની સાથે પણ કામ કરીને કામના અનુભવ મેળવી ચુક્યા છે. તેમની ફિલ્મ હવે કેવી રહે છે તે બાબત પર તમામની નજર રહેશે.

પરિણિતી ચોપડા ફિલ્મને લઇને ખુબ ખુશ છે. પરિણિતીએ ઇશ્કજાદે ફિલ્મ મારફતે કેરિયરનમી શરૂઆત કર્યા બાદ ધીમી ગતિએ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ૨૯ વર્ષીય પરિણિતી ચોપડા જારદાર રોલ કરવા માટે આશાવાદી છે. લખનૌમાં શુટિંગ કરવામાં આવ્યા બાદ બિહારમાં પણ શુટિંગ કરવામાં આવનાર છે.  પ્રશાંત આ શહેરોમાં શુટિંગ કરવા માટે કેટલાક કારણો પણ ધરાવે છે. જેના અંગે તેઓ વારંવાર વાત કરી રહ્યા છે.

Share This Article