સ્ટાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : કેરિયરની શરૂઆતમાં આઇટમ નંબર કરવા માટેનો સાફ ઇન્કાર કરીને તમામ નિર્માતા નિર્દેશકોને ચોંકાવી દેનાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા માટે તૈયાર થઇ છે. જો કે તેને આ પ્રકારના રોલની ઓફર કરવામાં આવી રહી નથી. તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે. અજય દેવગનની સાથે ગોલમાલ સિરિઝની સફળ ફિલ્મમાં કામ કર્યા બાદ પરિણિતી હવે અર્જુન કપુરની સાથે સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તે અક્ષય કુમારની સાથે કેસરી ફિલ્મમાં કામ કરી રહી છે.  તે આઇટમ સોંગ કરવા હવે ઇચ્છુક છે. તે પોતે આ અંગેની વાત કરી રહી છે. તે વધારે સેક્સી ફિગર મેળવી ચુકી છે. જેથી તે હવે આઇટમ નંબર કરવા ઉત્સુક બની છે. બીજી બાજુ તે સ્પર્ધામાં ટકી રહેવા માંગે છે.

છેલ્લે રોહિત શેટ્ટીની મોટી ફિલ્મ ગોલમાલ અગેઇનમાં દેખાઇ હતી. જેમાં તે અજય દેવગનની સાથે હતી. પ્રાપ્ત માહિતી મુજબ પરિણિતી ચોપડા પાસે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. પરિણિતી  હવે  આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. તે અન્ય અભિનેત્રીની જેમ આઇટમ સોંગ કરીને વધારે લોકપ્રિયતા મેળવી લેવા માટે તૈયાર છે.

પરિણિતી ચોપડા પોતાની બહેન પ્રિયંકા ચોપડાની સફળતાને લઇને પણ ખુબ ગર્વ અનુભવ કરી રહી છે. તેના પગલે ચાલવા માટે ઇચ્છુક  પણ છે. કેસરી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. પરિણિતીની કેરિયર ફરી તેજીમાં આવી શકે છે.

Share This Article