પરીની તામિલ રીમેક બનશે..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

2018માં હોરર ફિલ્મ પરી ખૂબ ચર્ચામાં રહી હતી. દર્શકો બેલિવુડની આ હોરર ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. અનુષ્કા શર્માએ લીડ રોલ કર્યો છે અને દર્શકોને ડરાવવામાં તે સફળ પણ રહી છે. આ ફિલ્મથી બોલિવુડમાં હોરર ફિલ્મ વિશેનો અભિપ્રાય બદલાયો છે. પરીએ સાબિત કરી આપ્યુ છે કે આખી ફિલ્મ તમને ડરાવી શકે છે.

અનુષ્કા હાલમાં ખુબ ખૂશ છે કારણકે તેની ફિલ્મ પરી તામિલ ભાષામાં ફરી બનવાની છે. અનુષ્કાની આ બીજી ફિલ્મ છે જે તામિલ ભાષામાં બની રહી છે. અગાઉ અનુષ્કાની ફિલ્મ એન.એચ.10 પણ તામિલ ભષામાં બની ચૂકી છે. હવે પરીની રીમેક બનવા જઇ રહી છે.

ટોલિવુડની અભિનેત્રી ત્રિશા તેના ફેન્સને સપ્રાઇઝ આપવા માટે દરેક ફિલ્મમાં અલગ અલગ પાત્ર ભજવે છે. તો પરીની રીમેકમાં ત્રિશા હોય તેવું પણ બની શકે છે. નયનતારા સૌથી પહેલા આપણા માઇન્ડમાં આવે જ્યારે હોરર ફિલ્મના કાસ્ટિંગની વાત આવે. રાજુ ગરી ગધી-2માં પણ સામન્થાએ લોકોને ડરાવ્યા હતા, એટલે સામન્થા અને તમન્ના પણ બેસ્ટ ઓપ્શન બની રહેશે.

બોલિવુડમાં 1920 સિરીઝ બાદ આ પહેલી એવી ફિલ્મ હતી જેની રાહ લોકો જોઇ રહ્યા હતા અને બ્યુટિફૂલ અનુષ્કા શર્મા આટલી સારી રીતે ડરાવી પણ શકે છે, તે દર્શકોએ પરી થકી જાણ્યું. એન.એચ.10માં પણ અનુષ્કાએ નિડર છોકરીનું પાત્ર ભજવીને લોકોને ચકિત કરી દીધા હતા. હવે સાઉથની અનુષ્કા કોણ બને છે તે જોવું રહ્યું.

Share This Article