પરેશ રાવલ બન્યા સુનિલ દત્ત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજુનુ ટીઝર રિલીઝ થયા બાદ દર્શકો કાગડાળે ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે. રણબીર કપૂરને સંજય દત્ત તરીકે લોકોએ ખૂબ બિરદાવ્યો છે અને તેની એક્ટિંગના પણ ખૂબ વખાણ કર્યા છે.

રાજકુમાર હિરાણીએ ફિલ્મ સંજુનુ એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં પરેશ રાવલને સુનિલ દત્તના રોલમાં દર્શાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે સંજુ એક પિતા-પુત્રની વાર્તા છે જેમાં રણબીર કપૂર સંજય દત્ત બન્યો છે અને પરેશ રાવલ સુનિલ દત્ત. અત્યાર સુધી આ ફિલ્મમાં રણબીરને એઝ સંજય દત્ત જોવા માટેની આતુરતા હતી હવે પરેશ રાવલને સુનીલ દત્ત તરીકે જોવાની આતુરતા છે.

ફિલ્મનું ટ્રેલર જલ્દી જ રિલીઝ કરવામાં આવશે. પરેશ રાવલે જણાવ્યું હતુ કે સંજુ ફિલ્મમાં કામ કરવાની મજા જ કંઇક અલગ હતી. કારણકે રાજ કુમાર હિરાણી સાથે કામ કરવું એક મોટી બીબત છે અને રણબીર સાથે એક્ટિંગનો અનુભવ પણ ખુબ સારો રહ્યો છે.

પરેશ રાવલ તેમની કોમેડી ફિલ્મો માટે ખુબ ફેમસ છે. ઘણા વર્ષો પહેલા તે વિલનના રોલમાં પણ ખુબ પોપ્યુલર થયા હતા. બાદમાં તેમણે કોમેડી ફિલ્મો કરી. હવે તે સુનિલ દત્તના પગરખામાં પગ નાંખવા જઇ રહ્યાં છે. હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સક્સેસફૂલ થાય છે અને કેટલા રેકોર્ડ તોડે છે તે જોવું રહ્યું.

Share This Article