– લાર્જ રિટેલ ફોર્મેટ સ્ટોર્સમાં ભારતનું સૌથી વધુ લોકપ્રિય ફાસ્ટ ફેશન ડેસ્ટિનેશન અને આદિત્ય બિરલા ફેશન અને રિટેલ લિમિટેડની બ્રાન્ડ પેન્ટાલૂન્સે તાજેતરમાં કોલકાતામાં સાઉથ સિટી મોલમાં એની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. કલાકારો પરમબ્રત ચેટર્જી અને પ્રિયંકા સરકાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. પેન્ટાલૂન્સે આ સફળતાની ઉજવણી કરવા ટેરેન્સ લૂઇસની કન્ટેમ્પરરી ડાન્સ કંપની દ્વારા કોરિયાગ્રાફ કરેલા બ્રાન્ડ એન્થેમને જાહેર કર્યું હતું.
વર્ષ 1997માં કોલકાતામાં શરૂ થયેલો અમારો પ્રથમ સ્ટોર ગારિયાહાટમાં શરૂ થયો હતો. પેન્ટાલૂન ફેશનનું પાવરહાઉસ છે, જે યુવાન ઉપભોક્તાઓને સ્ટાઇલ આપે છે. પેન્ટાલૂન્સ એક્સક્લૂઝિવ લેબલ્સ તેમજ જાણીતી બ્રાન્ડ્સ ઓફર કરે છે, જે સુંદર અને ફેશનેબલ છે. કલેક્શન તમામ પ્રસંગો માટે મહિલાઓ, પુરુષો અને બાળકો માટે રેડી-ટૂ-વેર વેસ્ટર્ન વેર અને એથનિક વેરને આવરી લે છે તેમજ બેડ અને બાથ તથા ડિકોરની ચીજવસ્તુઓ સહિત એક્સેસરીઝ અને હોમ ઉત્પાદનોની બહોળી રેન્જ ધરાવે છે.
આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડના પેન્ટાલૂન્સ, જયપોર અને સ્ટાઇલ અપના સીઇઓ સુશ્રી સંગીતા પેંડુરકરે કહ્યું હતું કે, “પેન્ટાલૂન્સ ભારતની સૌથી પસંદગીની ફેશન રિટેલ બ્રાન્ડ પૈકીની એક છે. અમે 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હોવાથી અમે અમારા તમામ ગ્રાહકો અને પાર્ટનર્સનો આભાર માનીએ છીએ, જેમણે તેમના વોર્ડરોબની સાથે તેમના જીવનમાં અમને સામેલ કર્યા છે. અમે અમારા ગ્રાહકોને લાભદાયક અને આનંદદાયક અનુભવ આપવાનું ચાલુ રાખીશું.”
પેન્ટાલૂન્સે 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા નવું બ્રાન્ડ એન્થમ જાહેર કર્યું છે. રોશન અબ્બાસ મીડિયા દ્વારા બનાવેલું અને પ્રસિદ્ધ બોલીવૂડ કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઇસની કન્ટેમ્પરરી ડાન્સ કંપની દ્વારા કોરિયોગ્રાફ કરેલું એન્થમ હિપ-હોપ કમ્પોઝિશન અને કોરિયોગ્રાફી ધરાવે છે, જે આનંદદાયક અને ખુશ થવાય એવી ફેશન રજૂ કરે છે.