ભારતીય ક્રિકેટના ચાહકો માટે ખુશીના સમાચાર છે કે ભારતીય ટીમ બે ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડાયા અ દિનેશ કાર્તિકને તેઓ આઇસીસી વર્લ્ડ ઇલેવન તરફથી ચેરીટી મેચમાં રમવા જઇ રહ્યાં છે.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિક ૩૧મી મે ના રોજ લોર્ડ્સ ખાતે આયોજીત હાઇ-પ્રોફાઇલ ટ્વેનટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં વિન્ડિઝની સામેની મેચમાં આઇસીસી વર્લ્ડ ઇલેવન તરફથી રમશે. આ આયોજીત મેચનો હેતુ ગયા વર્ષે આવેલા વાવાઝોડાને કારણે કેરેબિયન સ્ટેડિયમને થયેલા નુક્શાન માટે ફાળો એકત્રિત કરવાનો છે.
આઇસીસી વર્લ્ડ ઇલેવન ટીમ સ્કોડનું સુકાન ઇંગલેન્ડના મર્યાદીત ઓવરના સુકાની ઇયોન મોર્ગન કરશે. આ સ્કોડમાં પાકિસ્તાન તરફથી સાહિદ આફ્રિદી અને સોએબ મલિક, બાંગ્લાદેશ તરફથી સાકિબ લ હસન અને તમિમ ઇકબાલ, થિસેરા પરેરા (શ્રીલંકા) અને રસિદ ખાન (બાંગ્લાદેશ) એમ ૯ ખેલાડીઓના નામ જાહેર થઇ ચૂક્યા છે, જ્યારે બાકી નામની ટૂંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે.