અમદાવાદ : પાલનપુર નજીક આવેલા ખરોડીયા ગામે એક પ્લાસ્ટિકની ફેકટરીમાં રવિવારે આગ લાગતાં ભારે અફરા તફરી મચી જવા પામી. જ્યાં દોડી ગયેલી પાલિકાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા કે જાનહાની થવા પામી ન હતી. સુરતમાં બનેલી આગની દુર્ઘટના બાદ હરકતમાં આવેલા વહીવટી તંત્ર દ્વારા રાજય ભરમાં તમામ પ્રકારના કલાસીસમાં ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠામાં પણ ફાયર સેફટી વિનાના કલાસીસ, શોપિંગ સેન્ટરોના સંચાલકોને નોટિસો આપવામાં આવી રહી છે.
આવી સ્થિતિમાં જિલ્લા મથક પાલનપુરમાં ઉપર ઉપરી આગના બનાવો બની રહ્યા છે. જ્યાં એક સપ્તાહ માંજ હાઇવે નજીકના શોપિંગની લિફ્ટમાં આગ લાગી હતી. જે બાદ એરોમા સર્કલ નજીક આવેલા પટ્રોલ પંપે ચાલુ બાઇકમાં ઇંધણ પુરાવતી વખતે આગ ભભૂકી હતી. જે બાદ પોલીસ હેડ ક્વાટર્સના ત્રીજા માળે બુધવારે સાંજે એક પોલીસ કર્મીના રહેણાંક ફ્લેટમાં આગ લાગી હતી.
દરમિયાન રવિવારે વધુ એક આગની ઘટના બની હતી. જ્યાં પાલનપુર નજીક આવેલા ખરોડીયા ગામે એક પ્લાસ્ટિકની ફેકટરીમાં રવિવારે આગ લાગતાં ભારે અફરા તફરી મચી જવા પામી. જ્યાં દોડી ગયેલી પાલિકાની ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા કે જાનહાની થવા પામી ન હતી.