અગાઉ ઈમરાન ખાન આજ કરતા હતા અને હવે ઈસ્લામાબાદની રાજગાદી પર બેઠેલા વજીર એ આજમ શહબાજ શરીફ પણ આજ કરી રહ્યા છે. પાકિસ્તાન હાલ ચારેબાજુથી ઘેરાયેલો છે અને ગળા સુધી દેવામાં ડૂબેલો છે, મોંઘવારી તમામ હદો પાર કરી ચૂકી છે, લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે પરંતુ દેશની જનતાને રાહત આપવાના બદલે દેશના પીએમ શહબાજ કંઈક વધારે હોશિયારી કરતી વાતો કરી રહ્યા છે.
જાેકે, પાકિસ્તાની લોકો એટલે કે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ શહબાજ શરીફે જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીર અંગે ૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લીધેલા તમામ ર્નિણયોને ફગાવી દીધા છે. અમે ઈચ્છીએ છીએ કે બીજાે પક્ષ પણ તે ર્નિણયોને બાજુ પર રાખે જેથી અમે આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે અસરકારક પગલાં ભરી શકીએ. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશની સંસદમાં ઐતિહાસિક ર્નિણયની જાહેરાત કરી હતી.
તે ર્નિણય હતો જમ્મુ-કાશ્મીકમાંથી ૩૭૦ને ખતમ કરવાનો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચાઈ ગયું. શહબાજ શરીફે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ માટે કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ ૩૭૦ના ર્નિણયને રદ્દ કરવો જરૂરી છે. શરીફે એવું પણ જણાવ્યું છે કે, ભારતનું એ કર્તવ્ય છે કે તેઓ કાશ્મીરમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯ની કાર્યવાહીને પલટી નાંખે, જેથી આપણે શાંતિપૂર્ણ રીતે જમ્મુ-કાશ્મીર સહિત તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ.
૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ દેશની સંસદમાં ભારતીય બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જાે અને જાેગવાઈઓ રદ કરવામાં આવી હતી. આ ર્નિણય બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું હતું. બે વર્ષ પછી પણ સરહદ પારથી લોકો એ જ જગ્યાએ ઉભા છે અને અહીં ભારતે એટલી પ્રગતિ કરી છે કે કોરોના યુગના પડકારો વચ્ચે પણ દુનિયામાં નવી દિલ્હીનો ડંકો વાગી રહ્યો છેર્ બીજી તરફ લોકો કાશ્મીર-કાશ્મીરની રટ લગાવીને બેઠા છે, પરંતુ ભારતે એક-બે વાર નહીં પણ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સમજાવી ચૂક્યું છે કે આખું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે.
આ એક જ વાત છે જે પાકિસ્તાન સમજી રહ્યું નથી.હાલ પાકિસ્તાનમાં સત્તાના વિવાદને લઈને ત્યાંની સ્થિતિ ડામાડોલ ચાલી રહી છે. પાકિસ્તાન હંમેશાં પોતાની હરકતોમાંથી ક્યારેય બાજ આવતું નથી, હાલ પાકિસ્તાનમાં સત્તા ભલે ગમે તે પક્ષની હોય તો પણ તેના શાસકો પોતાની નિષ્ફળતા અને દેશની કફોડી આર્થિક સ્થિતિ જેવા અઘરા પ્રશ્નોના જવાબો શોધવા કાશ્મીરની માળા જપવાનું શરૂ કરી દેતા હોય છે.