પાકિસ્તાનના નવનિયુક્ત વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પોતાનું પદ સંભાળતા જ પોતાનો રંગ બતાવ્યો છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના શીર્ષ અધિકારીઓને એક પત્ર લખીને કાશ્મીર મુદ્દાને ઉઠાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે તેની જાણકારી આપી છે.
વિદેશ કાર્યાલયે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને સંબોધિત પત્ર ૧૦ મે ના રોજ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બન્નેને લખેલા પત્રમાં વિશેષ રુપથી જમ્મુ કાશ્મીરમાં જનસાંખ્યિકીય પરિવર્તન કરવાના ભારતના કથિત પ્રયત્નથી અવગત કરાવે છે.
વિદેશ કાર્યાલયે કહ્યું કે મંત્રીએ એ પણ રેખાંકિત કર્યું કે આ ગેરકાયદેસર પગલાથી આંતરરાષ્ટ્રીય કાનૂનનું ખુલ્લી રીતે ઉલ્લંઘન થાય છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને જમ્મુ કાશ્મીર મુદ્દા પર સબંધિત સુરક્ષા પરષિદના પ્રસ્તાવ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અવૈધ પરિસીમનના ગંભીર પ્રભાવોને તત્કાલ સંજ્ઞાનમાં લેવા અને ભારતને એ યાદ અપાવવાનો આગ્રહ કર્યો કે કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્ય એક લંબિત મુદ્દો છે.
જેનું સમાધાન હજુ થવાનું બાકી છે તથા તેને કોઇપણ જનસાંખ્યિકીય પર્રવિતનથી બચવું જાેઈએ. બિલાવલ પહેલા પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પણ પોતાના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના શીર્ષ અધિકારીઓને ઘણા પત્ર લખ્યા હતા. જેમાં કાશ્મીર મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્ર સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવા માટે સંવિધાનના આર્ટિકલના મોટાભાગના પ્રાવધાનને નિરસ્ત કરી દીધા હતા.
જે પછી બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ રુપથી કહ્યું કે આર્ટિકલ ૩૭૦ને ખતમ કરવો અમારો આંતરિક મામલો છે. ભારતે પાકિસ્તાનને વાસ્તવિકતાને સ્વીકાર કરવા અને ભારત વિરોધી બધા દુષ્પ્રચારને રોકવાની સલાહ આપી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું કે તે આતંકવાદ, શત્રુતા અને હિંસાથી મુક્ત વાતાવરણમાં ઇસ્લામાબાદ સાથે સામાન્ય પડોશી જેવા સંબંધો ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કોઇપણ સરકાર બદલાય તે કાશ્મીરનો મુદ્દો હંમેશા જીવંત રાખવા માંગે છે.