ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક જૂથે અત્યંત ર્નિદય હુમલો કર્યો હતો જેમાં ૨૬ લોકો માર્યા ગયા, જેમાં ૨ વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, અને ઘણા અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે સ્વીકારી છે. આ ઘટનાએ અનેક પરિવારોને પીડા આપી છે, અને તેના ભયાનક દૃશ્યો દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા દોડતા અને જંગલોમાં છુપાતા જાેવા મળે છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે, પરંતુ ત્યાંની સરકાર જુઠ્ઠું બોલવાનું બંધ કરી રહી નથી.
ઉલટા ચોર કોતવાલ કો ડાટે તે કહેવત મુજબ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ કહી રહ્યા છે. આસિફે ઉલટો ભારત પર આરોપ લગાવ્યો અને જણાવ્યું કે આ હુમલા પાછળ ભારતના જ લોકો સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાઓનું કારણ હોઈ શકે છે. આ નિવેદનથી વિવાદ વધ્યો છે. આસિફે દાવો કર્યો કે પહેલગામ હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ જ સંબંધ નથી અને તેઓ આવા હુમલાઓની સખત નિંદા કરે છે, ખાસ કરીને નાગરિકો પર થતા હુમલાઓની. આ નિવેદનથી વિવાદ વધ્યો છે, કારણ કે તેમના આરોપોને ઘણા લોકો પાકિસ્તાનની જવાબદારી ટાળવાની ચાલ તરીકે જુએ છે.