નવી દિલ્હી : ભારતીય લશ્કરી સ્થળો ઉપર હુમલા કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા બાદ પાકિસ્તાન દ્વારા જુઠ્ઠાણુ ચલાવવામાં આવી રહ્યું હતું પરંતુ તેના વધુ એક જુઠ્ઠાણાનો હવે પર્દાફાશ થયો છે. પાકિસ્તાને અગાઉ દાવો કર્યો હતો કે, ભારતીય હવાઈ દળની કાર્યવાહીમાં તેના કોઇ વિમાનને તોડી પાડવામાં આવ્યું નથી પરંતુ હવે પાકિસ્તાનના એફ-૧૬ વિમાનનો કાટમાળ મળી આવ્યો છે અને પાકિસ્તાનના જવાનો આ કાટમાળને ગાડીમાં મુકતા નજરે પડી રહ્યા છે.
આ વિમાનને ભારતે ગઇકાલે તોડી પાડ્યું હતું. આ વિમાનના કાટમાળના ફોટા પણ જારી કરવામાં આવ્યા છે. કાટમાળની પાસે પાકિસ્તાનના ૭ નોર્થન લાઇટ ઇન્ફ્રેન્ટરીના અધિકારીઓ નજરે પડી રહ્યા છે. આ કાટમાળ એફ-૧૬ વિમાનનો છે. બીજી બાજુ પાકિસ્તાનના વિમાનમાં મિસાઇલો પણ રાખવામાં આવી હતી જેના ખતરનાક ઇરાદા હતા પરંતુ આ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું.
પાકિસ્તાને અગાઉ એમ પણ કહ્યું હતું કે, તેના કોઇ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું નથી પરંતુ હવે પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. એફ-૧૬નો કાટમાળ મળી આવ્યો છે. એફ-૧૬ના એÂન્જનના ફોટાઓ પણ જારી કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સ્થિત જૈશે મોહમ્મદના ટ્રેનિંગ સેન્ટરો ઉપર ભારતીય હવાઈ દળે ભીષણ હુમલા કર્યા બાદ પાકિસ્તાન તરફથી સતત ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા હતા. પાકિસ્તાની મિડિયામાં એફ-૧૬ના કાટમાળને ભારતીય મિગ તરીકે ગણાવવામાં આવી રહ્યો હતો જ્યારે હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, એફ-૧૬નો કાટમાળ મળ્યો છે. બુધવારના દિવસે પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોએ ભારતીય સૈન્ય વિસ્તારમાં હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેને નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની પોલ ખુલી છે.