નવીદિલ્હી : કાશ્મીરમાં પુલવામામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે આજે પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. આ દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ પાકિસ્તાનને આર્થિકરીતે મરણતોળ ફટકો પડી શકે છે. જનરલ એગ્રિમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડની કલમ એક હેઠળ કોઇપણ દેશ કારોબારના સંદર્ભમાં અન્ય સામે કોઇ પક્ષકાર કરશે નહીં તેવી જાગવાઈ આમા રાખવામાં આવી છે પરંતુ આ દરજ્જો પાકિસ્તાન પાસેથી પાછો લઇ લેવામાં આવ્યા બાદ પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ફટકો પડશે. પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારનાર જૈશે મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત સ્થળ બની ગયેલા પાકિસ્તાનને બોધપાઠ ભણાવવાના હેતુસર આ પગલુ લેવામાં આવ્યું છે.
પાકિસ્તાન સાથે ભારતના દ્વિપક્ષીય વેપાર વૈશ્વિક વેપારના ૦.૩ ટકાની આસપાસ છે. વૈશ્વિક કારોબાર ૭૬૯ અબજ ડોલરનો છે. પાકિસ્તાન સાથે વેપાર વારંવાર ખોરવાતો રહ્યો છે. બાકીના વિશ્વની સાથે વેપાર કારોબારની વચ્ચે પાકિસ્તાન સાથે કારોબાર ક્યારે પણ સારો રહ્યો નથી. ૧૯૯૬માં પાકિસ્તાનને આ દરજ્જા અપાયો હતો ત્યારબાદ ભારતમાં પાકિસ્તાનની નિકાસ હંમેશા ઓછી રહી છે. પાકિસ્તાન ભારતની સરખામણીમાં અફઘાનિસ્તાનના ત્રણ ગણી વધુ ચીજા અને ચીનમાં પાંચ ગણી ચીજોની નિકાસ કરે છે જ્યારે ભારતના નિકાસકારો પાકિસ્તાનમાં કારોબારીઓ કરતા પાંચ ગણી વધુ કમાણી કરે છે. પાકિસ્તાનના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર પાકિસ્તાનને થનાર છે. નાના અને વિકાસશીલ દેશો માટે એમએફએનનો દરજ્જા અનેકરીતે મહત્વપૂર્ણ હોય છે. આના કારણે તેમની મોટા માર્કેટ સુધી ઓળખ બને છે. તેમને સસ્તામાં વસ્તુ આયાત કરવાની તક મળે છે.
નિકાસમાં પણ ખર્ચ ઘટી જાય છે. કારણ કે, આવા દેશો ઉપર અન્યોની સરખામણીમાં ઓછા ચાર્જ લેવામાં આવે છે. આનાથી નાના દેશોને પણ નિકાસ કરવામાં મદદ મળે છે. ભારતે ડબલ્યુટીઓની રચના થયા બાદ પાકિસ્તાનને આ દરજ્જો આપ્યો હતો પરંતુ પાકિસ્તાને ભારતને આ દરજ્જા આપ્યો નથી. હવે પાકિસ્તાનથી આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓ ઉપર ભારત પોતાની ઇચ્છાથી કસ્ટમ ડ્યુટી વધારી શકશે. પાકિસ્તાનમાંથી ભારત ફળફળાદી, સિમેન્ટ, ચામડાની ચીજવસ્તુઓ, કેમિકલો અને મસાલાની આયાત કરે છે. અલબત્ત પાકિસ્તાની વસ્તુઓ ઉપર વધારે ચાર્જ લાગૂ કરવાની સ્થિતિમાં પણ ઓછું નુકસાન થશે. ભારત પાકિસ્તાન વચ્ચે વેપારનો આંકડો ઓછો પરંતુ તેને બોધપાઠ ભણાવવાના હેતુસર આ નિર્ણય લેવાયો છે. વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્તમાન વેપાર કારોબાર બે અબજ ડોલરની આસપાસનો રહેલો છે.