કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પાકિસ્તાની ટ્રાન્સજેન્ડર એક્ટરે ડેબ્યુ કર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પાકિસ્તાની ફિલ્મ ‘જોયલેન્ડ’ની ટીમ – ૭૫મા ફિલ્મ ફેસ્ટિવલમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે – રેડ કાર્પેટ પર શટરબગ્સ માટે પોઝ આપી રહી છે. પરંતુ તેમની વચ્ચે અલીના ખાન નામની ટ્રાન્સજેન્ડર અભિનેત્રીએ પણ રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું હતું. તેના ડેબ્યૂને લઇને સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થઇ રહી છે. ખાને સેમ સાદિકની ફીચર ફિલ્મમાં અભિનય કર્યો હતો. તે કાન્સ ડેબ્યુ માટે અનેક લુકમાં જોવા મળી હતી, જેમાં પ્રથમ ફ્લોરલ યલો સમર લેહેંગા સેટ હતો, જે તેણે લાંબી સ્લીવ્ઝ સાથે સોફ્ટ પિંક શીયર ટોપ સાથે પહેર્યો હતો. તેણે લાંબા, ચંકી ઇયરિંગ્સ પહેરીને અને પોનીટેલમાં તેના વાળ બાંધીને તેનો દેખાવ પૂર્ણ કર્યો. આ સિવાય તે પોતાના રેડ કાર્પેટ ડેબ્યૂ માટે એમ્બ્રોઇડરીવાળી બોર્ડર સાથે મરૂન સાડીમાં જોવા મળી હતી, જે તેણે મેચિંગ એમ્બેલિશ્ડ સ્લીવલેસ બ્લાઉઝ, ચંકી ચોકર અને મેચિંગ ઇયરિંગ્સ સાથે પેર અપ કરી હતી.

ફિલ્મ ‘જોયલેન્ડ’ – જે પાકિસ્તાનની લિંગ, જાતિયતા અને ટ્રાન્સજેન્ડર સંસ્કૃતિ પર પ્રકાશ પાડે છે – કાન્સ ખાતે અન સર્ટેન રિગાર્ડ કેટેગરીમાં પ્રીમિયર કરવામાં આવી હતી. ખાન સિવાય ફિલ્મમાં અલી જુનેજો, રસ્તો ફારૂક, સરવત ગિલાની, સોહેલ સમીર, સલમાન પીરઝાદા અને સાનિયા સઈદ છે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨ વિવિધ કારણોસર હેડલાઇન્સ બની રહ્યો છે, મોટાભાગે રેડ કાર્પેટ ફેશન માટે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલના ઇતિહાસમાં પહેલીવાર  ભારત ‘Country of Honour’’ છે, તેવામાં પાકિસ્તાની ફિલ્મે પણ પોતાની ખાસ જગ્યા બનાવી છે.

Share This Article