પાકિસ્તાન : બળજબરીથી ધર્માન્તરણ પ્રક્રિયા જારી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિન્દુ બહેનોનુ અપહરણ કરવામાં આવ્યા બાદ તેમને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ફરજ પાડવાની ઘટના સપાટી પર આવ્યા બાદ તેને લઇને હોબાળો મચેલો છે. આવી સ્થિતીમાં કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનના જુદા જુદા પ્રાંતમાં આ પ્રકારની ઘટનાઓ તો સામાન્ય છે. બનતી રહે છે. પાકિસ્તાનમાં પ્રભાવ ધરાવતા લોકો હિન્દુ યુવતિઓનુ અપહરણ કરી લે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક લગ્ન પણ કરી નાંખે છે. તેમને ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ફરજ પાડે છે.

પાકિસ્તાનમાં દર વર્ષે ૧૦૦૦ હિન્દુનુ ધર્માન્તરણ કરી દેવામાં આવે છે.પાકિસ્તાનમાં દર વર્ષે ૨૦ કરતા વધારે હિન્દુ યુવતિઓનુ અપહરણ કરી લેવામાં આવે છે. તેમને ધર્મ બદલી નાંખવાની ફરજ પાડવામાં આવે છે. સિંધમાં આ પ્રકારની ગતિવિધી વધારે ચાલે છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિન્દુ બહેનોનું અપહરણ કરીને બળજબરીપૂર્વક લગ્ન કરવા અને ધર્મ પરિવર્તન કરાવી દેવાના મામલામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને જોરદાર દબાણ બાદ તપાસનો આદેશ કરી દીધો છે. ભારત તરફથી જોરદાર દબાણ લાવવામાં આવ્યા બાદ ઈમરાનખાને તરત જ તપાસનો આદેશ કરી દીધો છે.

બે ટીનેજ હિન્દુ યુવતીઓના ધર્માંતરણને લઈને ભારે હોબાળો થઈ ગયો છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ આજે આ મુજબની માહિતી આપી હતી. અગાઉ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલામાં રિપોર્ટની માંગ કર્યા બાદ અને પાકિસ્તાનની  જોરદાર ઝાટકણી કાઢ્યા બાદ પાકિસ્તાનમાં હોબાળો મચેલો છે.

Share This Article