જાન્યુઆરી ૨૦૨૨માં મોંઘવારી દર ૧૩% હતો. આનો અર્થ એ થયો કે ફક્ત ૧ વર્ષમાં મોંઘવારી દર બમણો થઈ ગયો. આ આંકડો પાકિસ્તાન બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ (PBS )એ બુધવારે જાહેર કર્યો હતો. PBS મુજબ, ૧૯૭૫ પછી મોંઘવારી સૌથી વધુ છે અને તે વખતે આંકડો ૨૭.૭૭% હતો. સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી અથવા શરમની વાત એ છે કે આ સમયે કરાચી બંદર પર ૬ હજાર કન્ટેનર્સ ઊભા છે અને તેને અનલોડ નથી કરી શકાતા કારણ કે બેન્કો પાસે ડૉલર નથી, તેથી પેમેન્ટ થઈ શકતું નથી. કારોબારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તેનાથી મોટી મુશ્કેલી સામાન્ય લોકો માટે એ છે કે દૈનિક વપરાશની વસ્તુઓ જેમ કે ફળ, શાકભાજી બધુ અહીં છે અને તે લગભગ ખરાબ થઈ ચૂક્યું છે. હવે તો એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે બંદર પર નવા કન્ટેનર્સને ઊભા કરવા માટે જગ્યા પણ વધી નથી. IMFની એક એવી શર્ત વિશે જાણકારી આપી છે કે જેને પૂરી કરવી હાલ પૂરતી અશક્ય છે.
અહેવાલ મુજબ, IMFએ કહ્યું છે કે, તે ૧.૨ અબજ ડૉલર ત્યારે જ આપશે જ્યારે પાકિસ્તાન સરકાર આ માટે બાકી તમામ શરતો સાથે રાજકીય ગેરંટી આપે. રાજકીય ગેરંટીનો સીધો અર્થ છે કે જો કોઈ અન્ય પક્ષ જેમ કે ઈમરાન ખાનનો પક્ષ સત્તામાં આવે તો તે કોઈ વાયદાથી પાછળ હટી શકે નહીં. સમસ્યા એ છે કે ઈમરાન અન્ય રાજકીય પક્ષના વાયદાઓ માનશે નહીં. હવે IMF શું કરે? માનવામાં આવી રહ્યું છે કે સરકાર સંસદમાં એક વટહુકમ લાવી આ શરત પૂરી કરશે. જો કે આ પણ ઘણું મુશ્કેલ છે. તેના બે કારણો છે. એક-સંસદમાં વિપક્ષ છે જ નહીં. બીજું-૬ મહિના પછી વટહુકમ સમાપ્ત થઈ જશે. હવે જોવાનું રહેશે કે ૯ ફેબ્રુઆરીએ IMF અને પાકિસ્તાન સરકાર વચ્ચે શું નક્કી થાય છે. પાકિસ્તાન દેવાળિયું ફૂંકતા કેટલા દિવસો સુધી બચી રહેશે તે જોવાનું રહેશે. હાલમાં સરકાર પાસે માત્ર ૩.૬ અબજ ડૉલર બચ્યા છે અને તે પણ UAE અને સાઉદી અરબના છે.પાકિસ્તાનમાં અત્યારે મોંઘવારી દર ૨૭.૬% છે. આ દર ૧૯૭૫ પછી સૌથી વધુ છે. ત્યારે મોંઘવારી દર ૨૭.૭૭% હતો.
૩૧ જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ની એક ટીમ પાકિસ્તાન પહોંચી છે. આ ટીમ ૬ અબજ ડૉલરની લોનના હપ્તા ભરાવવા માટેની શરતો પર વાતચીત કરી રહી છે. IMFએ બહુ કડક શરતો રાખી છે. એટલું જ નહીં આ શરતોને પૂરી કરવા IMFએ રાજકીય ગેરંટી પણ માગી છે. IMF ઈચ્છે છે કે પાકિસ્તાન સરકાર ઈલેક્ટ્રીસિટી અને ફ્યુલને ૬૦% સુધી મોંઘુ કરે. ટેક્સ કલેક્શન બમણું કરવા કહેવામાં આવ્યું છે. હવે નક્કી થઈ ગયું છે કે ૯ ફેબ્રુઆરીએ જ્યારે IMF અને શાહબાજ સરકાર વચ્ચે વાતચીત પૂરી થશે અને જો સરકાર આ શરતો માની લેશે તો મોંઘવારી લગભગ બમણી થઈ જશે.